બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:43 PM, 11 October 2025
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે પોતાનો દાવ 518 રન પર ડિક્લેર કરી દીધો છે. જેમાં સામે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝની 140 રન પર 4 વિકેટ પણ પડી ગઈ છે. પરંતુ આ દરમિયાન તેમની જ્યારે પહેલી વિકેટ પડી તેમાં સાઈ સુદર્શને આ આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને વાગ્યું હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેનને આઉટ કરવા માટે એક શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઇને પ્રેક્ષકોથી દર્શકો સુધી દરેક સ્તબ્ધ થઇ ગયા હતા.
ADVERTISEMENT

બીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરનારા સાઈ સુદર્શને ફિલ્ડિંગમાં પણ એક શાનદાર કેચ લપક્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સની આઠમી ઓવરમાં જ્યારે રવીન્દ્ર જાડેજાની ઓવરના બીજા બોલ પર જોન કેમ્પબેલે એક પાવરફુલ સ્વીપ શોટ માર્યો હતો ત્યારે આ કમાલ થયો હતો.
ADVERTISEMENT
𝗘𝗮𝗿𝗹𝘆 𝗗𝗼𝗺𝗶𝗻𝗮𝗻𝗰𝗲! 🔥@imjadeja breaks the opening stand with India’s first wicket, giving #TeamIndia an early advantage. 🙌
— Star Sports (@StarSportsIndia) October 11, 2025
Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/60acjVZnAV
આ બોલ શોર્ટ લેગ પર ઉભેલા સાઈ સુદર્શનના હાથ પર અને છાતી પર સીધો વાગ્યો હતો. તેમ છતાં તેને કેચ છોડ્યો નહતો. આથી કેમ્પબેલને આઉટ થઈને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. કેમ્પબેલ પણ આ કેચ જોઈ શોક્ડ થઇ ગયો હતો. કેમ્પબેલ 25 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. સાઈ સુદર્શને પણ આ કેચના કારણે થયેલી ઇન્જરીના કારણે મેદાન છોડવું પડ્યું હતું. હાલમાં તેના આ શાનદાર કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.