બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs BAN : ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં, અભિષેકની ફિફ્ટી, કુલદીપ અને વરુણ પણ ચમક્યા

એશિયા કપ / IND vs BAN : ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં, અભિષેકની ફિફ્ટી, કુલદીપ અને વરુણ પણ ચમક્યા

Published By: Jay Bhatt

Last Updated: 11:42 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ભારતીય ટીમનો વિજય રથ આગળ વધી રહ્યો છે. બાંગ્લાદેશ સામે શાનદાર જીત મેળવીને ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે.

Ind vs Ban: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. સૂર્યાની આગેવાનીમાં ભારતીય ટીમ એક પછી એક મેચ જીતી રહી છે. આજે બાંગ્લાદેશ સામે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ઘૂંટણીએ પાળતા જીત મેળવી હતી. આ સાથે એશિયા કપ 2025માં ભારતની આ સતત પાંચમી જીત છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતનો ફાઈનલમાં પ્રવેશ

આજે (24 સપ્ટેમ્બર 2025) રમાયેલી સુપર 4માં ભારતે બાંગ્લાદેશને 41 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કુલદીપે ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વરુણે પણ ચમક્યો હતો. ભારત તરફથી અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. બાંગ્લાદેશ તરફથી સૈફ હસને શાનદાર ફિફટી ફટકારી હતી પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો.

ભારતે બાંગ્લાદેશને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ, ભારતની બેટિંગ લાઇનઅપ સારુ પ્રદર્શન કરી શકી નહીં. અભિષેક 37 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો, અને ગિલ 29 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીને એક-એક વિકેટ લીધી હતી.

ભારત સામે બાંગ્લાદેશ ઘૂંટણીએ

169 રનના ટાર્ગેટ ચેઝ કરતા બાંગ્લાદેશની શરૂઆત સારી નહોતી. જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં પ્રથમ બોલિંગ કરીને તન્ઝીદને આઉટ કર્યો હતો. ત્યારબાદ સૈફ અને પરવેઝે મજબૂત ભાગીદારી બનાવી હતી. જોકે, કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરમાં પરવેઝને આઉટ કરીને પાર્ટનરશિપને તોડી નાખી. ત્યારબાદ અક્ષરે 10મી ઓવરમાં તૌહિદને આઉટ કર્યો. આ પછી વરુણ અને કુલદીપે ભારે તબાહી મચાવીને બાંગ્લાદેશ સતત બે વિકેટ પાડી દીધી હતી. બાંગ્લાદેશ 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.

Vtv App Promotion

વધુ વાંચો : VIDEO : શું સૂર્યકુમાર યાદવની ભૂલને કારણે અભિષેક શર્માની વિકેટ પડી?, હકીકત આવી સામે

બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

બાંગ્લાદેશના રેગ્યુલર કેપ્ટન લિટન દાસ ઈજાને કારણે આ મેચમાં નથી. તેમના સ્થાને ઝાકિર અલી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશની ટીમમાં ચાર ફેરફારો કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતની ટીમમાં કોઈ પણ ફેરફાર વગર મેદાનમા ઉતરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 India vs Bangladesh Team India win

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ