બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : શું સૂર્યકુમાર યાદવની ભૂલને કારણે અભિષેક શર્માની વિકેટ પડી?, હકીકત આવી સામે

એશિયા કપ / VIDEO : શું સૂર્યકુમાર યાદવની ભૂલને કારણે અભિષેક શર્માની વિકેટ પડી?, હકીકત આવી સામે

Published By: Jay Bhatt

Last Updated: 10:44 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની સુપર 4માં આજે (24 સપ્ટેમ્બર 2025) બાંગ્લાદેશ સામે અભિષેક શર્માના રન આઉટને લઈને ભારે ચર્ચા જગાવી છે, જેને લઈને સૂર્યકુમાર ટ્રોલ થઈ રહ્યો છે, ત્યારે સત્ય શું છે તે જાણો...

Asia Cup 2025: એશિયા કપના સુપર 4 મેચમાં ભારતે બાંગ્લાદેશ (ind vs ban)ને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 75 રન બનાવ્યા હતા, જો કે તે રન આઉટ થયો હતો. તેની વિકેટ પડી ત્યારથી કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અભિષેક શર્માના રન આઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે શું ભૂલ કરી?

બાંગ્લાદેશ સામે ભારતની બેટિંગ દરમિયાન 12મી ઓવરમાં અભિષેક શર્માની વિકેટ પડી હતી. મુસ્તફિઝુર રહેમાનના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવે કટ શોટ ફટકાર્યો હતો, પરંતુ પોઈન્ટ પર ઉભેલા રિશાદ હુસૈને પોતાની ડાબી બાજુએ લાંબી ડાઇવ લગાવીને બોલને રોકી લીધો હતો. રિશાદે બોલ હાથમાં લેતાની સાથે જ બંને બેટરો વચ્ચે ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ ગઈ. જો કે, આ સમય સુધીમાં, નોન-સ્ટ્રાઈક એન્ડ પર રહેલા અભિષેક શર્મા રન લેવા માટે દોડ્યો હતો અને હાફવે ક્રીઝ પર પહોંચી ગયો હતો, તેને ખબર નહોતી કે બોલ બાંગ્લાદેશી ખેલાડીના હાથમાં છે. રિશાદ હુસૈને ચપળતા પૂર્વક બોલ મુસ્તફિઝુર રહેમાન તરફ ફેંક્યો, જેણે આંખના પલકારામાં અભિષેક શર્માને રન આઉટ કરી દીધો હતો.

Vtv App Promotion

અભિષેક ક્રિઝ સુધી પહોંચી શક્યો ન હતો

જ્યારે મુસ્તફિઝુરે અભિષેક શર્માને રન આઉટ કર્યો, ત્યારે તે ફ્રેમમાં પણ દેખાતો ન હતો, જે સૂચવે છે કે તે લગભગ સ્ટ્રાઈકર સુધી પહોંચી ગયો હતો, પરંતુ કેપ્ટનના ઇનકાર પછી, તેને પરત ફરવું પડ્યું હતું, જો કે, અભિષેક પહોંચી શક્યો નહીં અને આઉટ થયો હતો.

સૂર્યકુમાર પણ એ જ ઓવરમાં આઉટ થયો

સેટ બેટર અભિષેક શર્માના રન-આઉટ પછી, એવી આશા હતી કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ રમશે, પરંતુ તે પણ તે જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ઓવરનો છઠ્ઠો બોલ લેગ સાઈડ તરફ રમવાનો પ્રયાસ કરતી વખતે, બોલ સૂર્યાના ગ્લોવ્ઝમાં વાગ્યો અને વિકેટકીપર પાસે ગયો, જ્યાં કેપ્ટન જાખર અલીએ એક સહેલો કેચ ઝડપ્યો હતો.

વધુ વાંચો : 6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાને ધોઈ નાખ્યું, સિક્સ ફટકારવાનો મહારેકોર્ડ

ભારતે બાંગ્લાદેશને 169 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ, ભારતની બેટિંગ લાઇનઅપ સારુ પ્રદર્શન કરી શકી નહીં. અભિષેક 37 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો, અને ગિલ 29 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીને એક-એક વિકેટ લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Abhishek Sharma Run out Video India vs Bangladesh

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ