બ્રેકિંગ ન્યુઝ
Sports News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતીય બોલરોનો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટર અને સ્પિનરોએ સાથે મળીને શાનદાર બોલિંગ કરતા વિઝિટર ટીમને માત્ર 162 રનમાં જ સમેટી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે મોહમ્મદ સિરાજો ચાર વિકેટ ઝડપીને સિદ્ધિ હાંસલ કરી છે.
ADVERTISEMENT
ભારત સૌથી સફળ બોલિંગ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ બોલર છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે કુલ 21 વિકેટ ઝડપી છે. સિરાજ પછી અલ્ઝારી જોસેફ અને જોશ જંગનો નંબર આવે છે. જસપ્રીત બુમરાહના ચાર મેચમાં 17 ડિસમિસલ્સ છે.
ADVERTISEMENT
સિરાજે સ્ટાર્કને પછાડ્યો
જો 2025માં ફક્ત ટેસ્ટમાં સૌથી વિકેટ લેવાની વાત કરવામાં આવે તો સિરાજના નામે 31 વિકેટ છે, હવે આ મામલે સિરાજે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો છે, જેમણે 2025માં ટેસ્ટમાં 29 વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT

અમદાવાદમાં સિરાજનો તરખાટ
ADVERTISEMENT
અમદાવાદની પીચ પર સિરાજની ઘાતક બોલિંગે સાબિત કર્યું કે તે ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય બોલરોમાંનો એક છે. તેણે ચાર મહત્વપૂર્ણ બેટરોની વિકેટ ઝડપી હતી. સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ, એલિક એથેનાઝ, રોસ્ટન ચેઝ અને બ્રાન્ડન કિંગને આઉટ કર્યા હતા.
42 મેચમાં 127 વિકેટ
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા માટે 2020માં ડેબ્યૂ કરનાર મોહમ્મદ સિરાજે 42 ટેસ્ટમાં 127 વિકેટ લીધી છે, જેમાં પાંચ વખત 5 વિકેટનો સમાવેશ થાય છે. તે હાલમાં પેસ આક્રમણમાં સ્ટાર બોલરોમાંનો એક છે. જસપ્રીત બુમરાહ સાથે તેની પાર્ટનરશીપ શાનદાર રહી છે.
વધુ વાંચો : અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહ પછી કેએલ રાહુલ પણ ચમક્યો
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝનું નિરાશાજનક પ્રદર્શન
જો અમદાવાદ મેચની વાત કરીએ તો, પ્રથમ ટેસ્ટના પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઇન્ડીઝનો બેટિંગ નિરાશાજનક રહી હતી અને ટોપ ઓર્ડર ફેલ થતા જ ટીમ ઓછા સ્કોરમાં જ ઢેર થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા, તે સિવાય અન્ય કોઈ બેટરો નોંધપાત્ર ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.