બ્રેકિંગ ન્યુઝ
Cricket News: અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સીરિઝની પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે, જેમાં ભારતીયના આધારસ્તંભ જેવા બેટર કે. એલ રાહુલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. રાહુલે ઘરઆંગણે 9 વર્ષ બાદ સદી ફટકારી છે. સદી ફટકારીને જે પ્રકારે સેલિબ્રેશન કર્યું છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી વિશ્વસનીય બેટર કેએલ રાહુલે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર ઇનિંગ રમી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં પોતાની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી. ભારતમાં આ તેની બીજી ટેસ્ટ સદી છે.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ઓપનર તરીકે વાપસી કરનાર રાહુલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. તેણે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડ સામે જે જુસ્સો દર્શાવ્યો હતો તે જ જુસ્સો વેસ્ટ ઇન્ડીઝ સામે દર્શાવ્યો હતો. પહેલા દિવસે યશસ્વી જયસ્વાલના આઉટ થયા પછી, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ઇનિંગ્સને સ્થિર કરી હતી. રાહુલે એક છેડે મજબૂત પકડ બનાવી અને વેસ્ટ ઇન્ડીઝના બોલરોને ધોઈ નાખ્યા હતા.
ADVERTISEMENT

સદી દ્વારા ભારતને લીડ અપાવી
ADVERTISEMENT
ડિસેમ્બર 2016માં રાહુલે એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે તેની ચોથી ટેસ્ટ સદી ફટકારી હતી, જે તેની ઘરઆંગણે પહેલી ટેસ્ટ સદી હતી. ત્યારથી રાહુલે ભારતમાં ટેસ્ટ સદી ફટકારી હોય તેવી આ પહેલી ઘટના છે.
વધુ વાંચો : સિરાજે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને પછાડ્યો, આ મામલે બન્યો નંબર-1
ADVERTISEMENT
A knock of the highest order! 🔝
— BCCI (@BCCI) October 3, 2025
KL Rahul celebrates a superb Test hundred 🙌
Updates ▶ https://t.co/MNXdZcelkD#INDvWI | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/Q7r5Xj1sup
ADVERTISEMENT
કેએલ રાહુલે સદી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને લીડ અપાવી છે. સદી પૂરી કર્યા પછી તેણે સીટી વગાડીને અલગ શૈલીમાં ઉજવણી કરી હતી. રાહુલે 190 બોલમાં 12 ચોગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. અગાઉ પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે વિઝિટર ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.