બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઝિમ્બાબ્વે vs ન્યુઝીલેન્ડ : રચિન રવિન્દ્રે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી, બનાવ્યા મોટા રેકોર્ડ્સ

સ્પોર્ટ્સ / ઝિમ્બાબ્વે vs ન્યુઝીલેન્ડ : રચિન રવિન્દ્રે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી, બનાવ્યા મોટા રેકોર્ડ્સ

Last Updated: 08:38 AM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્રએ રેકોર્ડ સર્જી દીધો છે. ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી સીરિઝમાં રચિન રવિન્દ્રએ સારો સ્કોર કર્યો છે. જાણો આ શાનદાર ઇનિંગના આંકડાઓ.

ન્યુઝીલેન્ડની ટીમમાંથી બેટ્સમેન રચિન રવિન્દ્રએ ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી સીરિઝના બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી છે. આ તેમના ટેસ્ટ કરિયરની ત્રીજી અને ઝિમ્બાબ્વે સામેની પહેલી સદી હતી,આ રોકોર્ડ રચિન રવિન્દ્રએ માત્ર 104 બોલમાં બનાવ્યો.

આ ઇનિંગ બાદ ટીમ ન્યુઝીલેન્ડ મેચમાં મોટા સ્કોર સાથે આગળ વધી રહી છે. આવો, જાણીએ આ શાનદાર ઇનિંગના આંકડાઓ શું કહે છે.

રચિનની ઇનિંગ કેવી રહી?

ન્યુઝીલેન્ડે 345 રન પર ડેવોન કોવિના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી. એ જ સમયે રચિન બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા અને બીજી ઇનિંગમાં પોતાની અડધી સદી બનાવી અને પછી ઇનિંગ પૂરી થવા આવી ત્યાં સુધી તો રચિનએ રેકોર્ડ સર્જી નાખ્યો.

તે હેનરી નિકોલસ સાથે 150 રનથી વધુની ભાગીદારી કરી ચૂક્યા છે. પોતાની ઇનિંગમાં તેઓ અત્યાર સુધી 14 વખત બોલને બાઉન્ડ્રી બહાર ઉછાળી સિક્સ મારી ચૂક્યા છે.

રચિનએ બનાવેલા સૌથી વધુ રન

રચિને પોતાના ટેસ્ટ મેચના કરિયરમાં સૌથી વધુ રન ભારત સામે બનાવ્યા છે. તેણે ભારત સામે પહેલી ટેસ્ટ મેચ 2021માં રમી હતી. આ સીરિઝમાં રચિને 5 મેચ અને 10 ઇનિંગમાં 38.60ના સરેરાશથી 309 રન બનાવ્યા છે. આ દરમિયાન એક સદી અને એક અડધી સદી પણ મેળવી છે. તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ 134 રનનું રહ્યું છે.

રચિનનું ટેસ્ટ કરિયર

રચિને 2021માં ભારત સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી હતી. તેમણે અત્યાર સુધી 17 મેચ રમ્યાં છે અને 32 ઇનિંગમાં 41થી વધુની સરેરાશ અને 59થી વધુની સ્ટ્રાઈક રેટથી 1,191 થી વધુ રન બનાવ્યાં છે. રચિનએ 3 સદી અને 4 અડધી સદી બનાવી છે. તેનો અત્યાર સુધીનો બેસ્ટ સ્કોર 240 રન જેટલો રહ્યો છે. તેણે 16 ઇનિંગમાં 10 વિકેટ લેવામાં સફળ ખેલાડી રહ્યા છે.

વધુ વાંચો: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થશે? UAE ક્રિકેટ બોર્ડે આપ્યો જવાબ

હવે આગળની મેચમાં રચિન રવિન્દ્ર અને અન્ય ખેલાડીઓ કેવું પરફોર્મન્સ આપી શકે છે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rachin Ravindra Zimbabwe vs New Zealand Zim vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ