બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: આ કેચ જોઇને પાક. ક્રિકેટના ચાહકો માથું પકડશે, ખરાબ ફિલ્ડિંગ બાદ ટ્રોલ થઈ ટીમ

ફજેતી / Video: આ કેચ જોઇને પાક. ક્રિકેટના ચાહકો માથું પકડશે, ખરાબ ફિલ્ડિંગ બાદ ટ્રોલ થઈ ટીમ

Published By: Jay Bhatt

Last Updated: 11:12 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આજથી જ નહીં પરંતુ લાંબા સમયથી તેની ફિલ્ડિંગને લઈને ટ્રોલ થઈ રહી છે. હવે આવું જ કઇંક મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં બન્યુ છે, જેના કારણે ભરીભરીને ટીકા થઈ રહી છે.

Sports News: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તેની નબળી ફિલ્ડિંગ માટે પ્રખ્યાત છે. તેમના ખેલાડીઓ એવા કેચ છોડે છે, જેને જોઈને તેમના ચાહકો માથું પકડીને જાય છે. વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાકિસ્તાન ટીમની ફજેતી થઈ છે.

પાકિસ્તાનની ટીમ બરાબરની ટ્રોલ થઈ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ નબળી ફિલ્ડિંગ હંમેશા સમાચારોમાં રહે છે. પાકિસ્તાની ખેલાડીઓનું ફિલ્ડિંગ લેવલ હંમેશાથી ખૂબ જ નબળું રહ્યું છે અને હવે ફરી એકવાર આવું જ બન્યું જેને કારણે પાકિસ્તાનની ટીમ સોશિયલ મીડિયા પર બરાબરની ટ્રોલ થઈ રહી છે. પાકિસ્તાની ખેલાડીએ કેચ છોડી દીધો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાક. ખેલાડીએ આસાન કેચ છોડ્યો

પાકિસ્તાન તરફથી ઇનિંગની 50મી અને છેલ્લી ઓવર ડાયના બેગે નાખી હતી. ઓવરના ત્રીજા બોલ પર, ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષે પુલ શોટનો પ્રયાસ કર્યો હતો, જો કે તે તેમા નિષ્ફળ જતાં બોલ હવામાં ગયો થયો, એવું જ લાગી રહ્યું હતું કે આસાનથી કેચ થઈ જશે, પરંતુ પાકિસ્તાની વિકેટકીપર સિદ્રા નવાઝ કેચ લેવા દોડી હતી, જો કે આ દરમ્યાન, ફિલ્ડર નતાલિયા પરવેઝ પણ કેચ ઝડપવા દોડી હતી. બંને વચ્ચે તાલમેલનો અભાવ રહ્યો અને કન્ફ્યૂઝ થઈ ગયા હતા અને બોલ વિકેટ કિપરના હાથને સ્પર્શીને નીચે પડી ગયો હતો.

Vtv App Promotion

વધુ વાંચો : કોહલીના બે સાથી પ્લેયર્સ, જેઓ અંડર-19 વર્લ્ડ કપમાં રહ્યાં જીતના હીરો, હવે કરી રહ્યાં છે આ કામ

પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો

જો પાકિસ્તાની ખેલાડીઓએ ખરાબ ફિલ્ડિંગ ન કરી હોત, તો તે સરળતાથી કેચ પકડી શકી હોત, જો કે તેણે તક ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ માટે, રિચા ઘોષે શાનદાર બેટિંગ કરીને 20 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે 247 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો, જો કે પાકિસ્તાનની ટીમ રન ચેઝ કરવામાં નિષ્ફળ જતા મેચ 88 રને હારી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Women's Cricket World Cup Pakista Women Cricket team IND vs PAK World cup match

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ