બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિકનો પ્રેમ બન્યો ગાંડોતુર, નવી ગર્લફ્રેંડ સાથે હાથમાં હાથ નાખી માણી રહ્યો છે મોજ
Last Updated: 03:59 AM, 14 October 2025
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. નતાશાથી અલગ થયા બાદ હવે હાર્દિકે પોતાની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેનો સંબંધ જાહેર કરી દીધો છે. બંને હાલમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે, જ્યાંથી તેમની ઘણી રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
માહિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે હાર્દિકનો હાથ પકડીને બગી રાઈડ કરતી નજરે પડે છે. તસવીરમાં હાર્દિક માહિકાનો હાથ પ્રેમથી પકડી રહ્યા છે બંને વચ્ચેનું કનેક્શન અને કાળજી સ્પષ્ટ દેખાય છે. ફેન્સને પણ આ જોડીની કેમિસ્ટ્રી ખૂબ ગમી રહી છે.

ADVERTISEMENT
હાર્દિકે 11 ઑક્ટોબરે પોતાનો 32મો જન્મદિવસ માહિકાની સાથે ધામધૂમથી ઉજવ્યો. માહિકાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિકની તસવીર સાથે કેક અને દિલવાળા ઇમોજી પોસ્ટ કર્યા હતા અને લખ્યું, Happy Birthday, My King!
ADVERTISEMENT
તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં બાથટબમાં ‘Happy Birthday’ લખેલા ગુલાબના પાંદડા તરતા જોવા મળે છે. બીજી તસવીરમાં બંને બીચ પર હાથમાં હાથ રાખીને ચાલતા જોવા મળે છે.
હાર્દિકે જ્યાં સોશિયલ મીડિયા પર આ સંબંધની પુષ્ટિ કરી, ત્યાં માહિકાએ પણ કોઈ સંકોચ વિના પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો છે. તેમની તાજેતરની પોસ્ટમાં તેમણે લખ્યું, You make my world brighter, every single day!” ❤️
ADVERTISEMENT
આ પણ વાંચો: એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાની સૌથી કરૂણ કથા, લંડનથી IVF કરાવવા આવ્યું હતું કપલ, અનાથ ભ્રૂણનું શુ થશે?
હાર્દિકની લવ લાઈફ પહેલાં પણ હેડલાઈન બની હતી. 2020માં નતાશા સાથે સગાઈ કરી હતી, પરંતુ જુલાઈ 2024માં બંનેએ અલગ થવાનું જાહેર કર્યું હતું. હવે બે વર્ષ બાદ હાર્દિક ફરી પ્રેમમાં છે અને માહિકા સાથે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.