ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'કાલે રાત્રે આવશો તમે?', કોણ છે એ મહિલા ક્રિકેટર જેને રવિન્દ્ર જાડેજાએ પાઠવ્યો મેસેજ

સ્પોર્ટ્સ / 'કાલે રાત્રે આવશો તમે?', કોણ છે એ મહિલા ક્રિકેટર જેને રવિન્દ્ર જાડેજાએ પાઠવ્યો મેસેજ

Last Updated: 10:46 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર વચ્ચે 2014માં થયેલી કેટલીક વાતો જાહેરમાં આવી ગઈ હતી. જાણો શું હતી ઘટના?

ADVERTISEMENT

ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીના ત્રીજા મુકાબલામાં રવિન્દ્ર જાડેજાએ એકલા હાથે જીત માટે જંગ લડી હતી. લોર્ડ્સ ટેસ્ટની ચોથી ઇનિંગમાં જ્યારે ભારત 193 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું ત્યારે ટોચના બેટ્સમેન ફેઇલ થઈ ગયા હતા. પણ જાડેજા અંત સુધી બેટિંગ કરતા રહ્યા અને નોટઆઉટ રહ્યા.

બીજા કોઈએ સાથ ન આપ્યો એટલે ટીમ જોતી શકી નહીં. ભારત મેચ 22 રનથી હારી ગઈ, પણ જાડેજાની બેટિંગે સૌનું દિલ જીતી લીધું. આ દરમિયાન જ ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા વિકેટકીપર સારા ટેલર સાથે થયેલો તેમનો એક જૂનો ચર્ચાસ્પદ બનાવ ફરીથી ચર્ચામાં અઆવ્યો છે. જ્યારે મધરાતે સારાએ જાડેજાને એક કલાકમાં અનેક મેસેજ કરી નાખ્યા હતા.

શું હતી ઘટના?

ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમની શાનદાર બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ માટે ઓળખાય છે. પણ વર્ષ 2014માં તેઓ રમતના કારણે નહીં પરંતુ એક અનોખી બાબતને કારણે ચર્ચામાં આવ્યા હતા. એ કારણ હતું, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરની સાથે થયેલી સોશિયલ મીડિયાની વાતચીત. આ ઘટના ત્યારે વાયરલ થઈ ગઈ હતી.

sara-taylor

જાડેજા અને સારા વચ્ચેની વાતચીત

વર્ષ 2014માં પુરૂષો અને મહિલાઓના ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યા હતા. ભારતીય પુરૂષ ટીમ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચી ગઈ હતી. બીજી તરફ, મહિલા ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ પહોંચી હતી. આ ટીમનો ભાગ હતી વિકેટકીપર સારા ટેલર. તે જ વખતે જાડેજા અને સારા ટેલર વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મીડિયા પર જાહેર થઈ ગઈ હતી.

7 એપ્રિલ 2014ની રાતે જાડેજાએ સારા ટેલરને પર્સનલ મેસેજ મોકલ્યો હતો, કારણ કે જાડેજા સારાને ફોલો કરતા ન હતા, એ મેસેજ પબ્લિકમાં દેખાઈ ગયો. ત્યારબાદ સારાએ જવાબ આપવાનું શરૂ કર્યું અને એકદમ જ અડધા પોણા કલાકમાં જાડેજાને એક પછી એક ડઝનેક ટ્વીટ્સ કર્યાં.

દરેક ટ્વીટમાં જાડેજાને ટૅગ કરવામાં આવ્યા હતા એટલે બધાને આ વાત વિશે ખબર પડી ગઈ. એક મેસેજમાં સારાએ લખ્યું હતું,

“કાલ રાતે આવશો તમે...”

જ્યારે બીજા મેસેજમાં લખ્યું હતું,

“સવારના 10 વાગ્યે પૂલ પર.”

વધુ વાંચો: '...જેથી તે સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે', બુમરાહની ફિટનેસ પર ભારતના પૂર્વ કોચે BCCIને આ શું કહ્યું?

રવિન્દ્ર જાડેજા અને સારા ટેલર વચ્ચેની ટ્વિટર પરની વાતચીત 2014માં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. એક ભૂલથી પબ્લિક થયેલા મેસેજના કારણે આ ઘટના ઝડપથી વાયરલ થઈ અને બંને ક્રિકેટરો ચર્ચામાં આવી ગયા. આથી સોશિયલ મીડિયાની દુનિયામાં દરેક પગલાં સાવચેતીપૂર્વક લેવાં જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social media viral message Ravindra Jadeja Sara Taylor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ