બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આકાશ દીપની મુશ્કેલી વધી! ઈંગ્લેન્ડના કોચે ICC પાસે ભારતીય બોલર વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ

સ્પોર્ટસ / આકાશ દીપની મુશ્કેલી વધી! ઈંગ્લેન્ડના કોચે ICC પાસે ભારતીય બોલર વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ

Last Updated: 06:26 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપે ઈગ્લેંડના કોચે નિશાનો સાધ્યો છે. ICC થી આ બોલર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આકાશ દીપે બીજી ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપ પર ઈંગ્લેન્ડના કોચે નિશાનો સાધ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) થી તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધ રમાયેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે વિવાદ થતો રહ્યો, જેનાથી આ સિરીઝનો રોમાંચ ખૂબ વધી ગયો હતો. પંચમી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે આકાશ દીપ અને ઈંગ્લેન્ડના ઓપનર વચ્ચે હળવો વિવાદ થયો હતો. આ બાદ ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે કોચને ICCથી કાર્યવાહીની માંગ કરી છે.

Akash-Deep

બેન ડકેટના કોચે શું કહ્યું?

ટેસ્ટ મેચના બીજા દિવસે, ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપે વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો હતો. ડકેટ 43 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, જ્યારે ડકેટ પેવેલિયન પાછો ફરી રહ્યો હતો, ત્યારે આકાશ દીપ તેના ખભા પર હાથ મૂકીને કંઈક બોલ્યો.

આકાશ દીપની આ હરકતથી બેન ડકેટના કોચ જેમ્સ નોટ ખૂબ ગુસ્સે છે. રિપોર્ટ અનુસાર, જેમ્સ નોટે કહ્યું કે આવું ફરી ન થાય, તે માટે ICCએ આકાશ દીપ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેને કહ્યું કે જ્યારે બેન ડકેટ મેદાન પર હોય છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી રન બનાવે છે. ટીમ ઈન્ડિયા સામેની સિરીઝમાં આ જોવા મળ્યું. જેમ્સ નોટે કહ્યું કે ICCએ છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન બેન ડકેટ સાથે આકાશ દીપ દ્વારા કરવામાં આવેલી હરકત પર કડક કાર્યવાહી કરવી જોઈતી હતી.

app promo4

વધુ વાંચો: ઝિમ્બાબ્વે vs ન્યુઝીલેન્ડ : રચિન રવિન્દ્રે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી, બનાવ્યા મોટા રેકોર્ડ્સ

આકાશ દીપે બેન ડકેટને ત્રણ વખત કર્યો છે આઉટ

આકાશ દીપ ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બેન ડકેટને આઉટ કરી ચૂક્યો છે. છેલ્લી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પણ તેને ડકેટને આઉટ કરીને પોતાની અડધી સદી પૂરી નહતી કરવા દીધી. ડેકાટે 5 ટેસ્ટ મેચની સિરીઝની 9 ઇનિંગમાં 51.33 ની સરેરાશથી 462 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે, જ્યારે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપે 3 ટેસ્ટ મેચની 6 ઇનિંગમાં 13 વિકેટ લીધી હતી. આકાશ દીપએ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Akash Deep Ben Duckett
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ