બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં ભારતનો દબદબો, આ મામલે 'બ્લૂ બ્રિગેડ' સૌથી આગળ, પાક. આસપાસ પણ નહીં
Asia Cup 2025: આજ (09 સપ્ટેમ્બર 2025)થી એશિયા કપ 2025નો આગાઝ થશે. ક્રિકેટ પ્રેમીઓ આ ટુર્નામેન્ટની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા, ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એક વખત આમને સામને થશે.
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
આ ત્રીજી વખત છે, જ્યારે ટુર્નામેન્ટનું ફોર્મેટ T20નું રાખવામાં આવ્યું છે અગાઉ બે વાર 2016 અને 2022માં પણ આ જ ફોર્મેટમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વખતે આઠ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે જે 14મી સપ્ટેમ્બરે ટકરાશે.
ADVERTISEMENT
1984માં થઈ હતી શરુઆત
દર બે વર્ષે યોજાતા એશિયા કપ (asia cup matches)માં ભારતીય ટીમનું વર્ચસ્વ રહ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ ભારતીય ટીમે સૌથી વધુ વખત જીતી છે. એશિયા કપની શરુઆત 1983માં થઈ હતી. એક વર્ષ પછી, 1984માં, તેની પ્રથમ ઇવેન્ટ શારજાહ, સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાઈ હતી.
ADVERTISEMENT

ભારતીય ટીમનો ટ્રોફી પર દબદબો
ADVERTISEMENT
ત્યારથી લઈને અત્યાર સુધીમાં 16 વખત ટુર્નામેન્ટનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં ભારતીય ટીમ સૌથી વધુ 8 વાર ચેમ્પિયન બની છે જ્યારે શ્રીલંકા 6 તો પાકિસ્તાન 2 વખતે વિજેતા બની છે. આ ત્રણ દેશો સિવાય કોઈ પણ ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું નથી.
T20 ફોર્મેટમાં ત્રીજી વખત આયોજન
ADVERTISEMENT
એશિયા કપ પહેલા 12 સીઝન માટે ODI ફોર્મેટમાં રમાયો હતો, પરંતુ 2016થી, આ ટુર્નામેન્ટ ODI અને T20 ફોર્મેટમાં વારાફરતી રમાઈ રહી છે. અત્યાર સુધી, એશિયા કપ T20 ફોર્મેટમાં ફક્ત બે વાર રમાયો છે અને આ ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
શ્રીલંકા એશિયા કપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે.
શ્રીલંકાની ટીમે અત્યાર સુધીની તમામ 16 આવૃત્તિઓમાં ભાગ લીધો છે.
ભારત અને બાંગ્લાદેશ 15-15 વખત એશિયા કપ રમી ચૂક્યા છે.
ભારતે ટુર્નામેન્ટના પહેલા પાંચ ટાઇટલમાંથી ચાર જીત્યા હતા.
ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે સતત ત્રણ એશિયા કપ (1988 થી 1995) જીત્યા છે.
વધુ વાંચો : Asia Cup 2025: પ્લેઇંગમાં 11માં આ ઓલરાઉન્ડર ખેલાડીનું સ્થાન નિશ્ચિત! કૉચના સંકેતથી સૌ ચોંક્યા
વર્ષ 1984: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 1986: શ્રીલંકા ટીમ (વનડે)
વર્ષ 1988: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 1990-91: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 1995: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 1997: શ્રીલંકા ટીમ (વનડે)
વર્ષ 2000: પાકિસ્તાન ટીમ (વનડે)
વર્ષ 2004: શ્રીલંકા ટીમ (વનડે)
વર્ષ 2008: શ્રીલંકા ટીમ (વનડે)
વર્ષ 2010: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 2012: પાકિસ્તાન ટીમ (વનડે)
વર્ષ 2014: શ્રીલંકા ટીમ (વનડે)
વર્ષ 2016: ભારતીય ટીમ (T20)
વર્ષ 2018: ભારતીય ટીમ (વનડે)
વર્ષ 2022: શ્રીલંકા ટીમ (T20)
વર્ષ 2023: ભારતીય ટીમ (વનડે)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.