બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે કોણ કરશે ઓપનિંગ? આ 5 ખેલાડી સિલેક્શનની રેસમાં
Last Updated: 06:09 PM, 11 August 2025
એશિયા કપ 2025માં આ વખતે કુલ 8 ટીમએ ભાગ લીધો છે. આ ટીમને કુલ બે ભાગમાં વહેંચવામાં આવશે. ગ્રુપ-એ માં ભારતને પાકિસ્તાન, યુએઈ અને ઓમાન સાથે રાખવામાં આવ્યુ છે, જ્યારે ગ્રુપ-બી માં શ્રીલંકા, હૉંગ કૉંગ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.
ADVERTISEMENT
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમવામાં આવશે. એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે, આ વખતે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં જોવા નહીં મળે. બંને બેટ્સમેનો 2024માં વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
ADVERTISEMENT
એશિયા કપ માટે ભારતીય ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. ટીમની જાહેરાત લગભગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થઈ શકે છે. આ વખતે સિલેક્શન કમિટીને ટીમ પસંદ કરવામાં ઘણી મુશ્કેલી થઈ શકે છે. સિલેક્શન મીટિંગમાં સૌથી વધુ ચર્ચા ઓપનિંગ કોમ્બિનેશન પર હશે. હવે એ જોવું રહ્યું કે એશિયા કપમાં ઓપનિંગ માટે કયા ખેલાડીઓના નામ ફાઈનલ કરવામાં આવે છે?
હાલની માહિતી અનુસાર 5 ખેલાડીઓ ઓપનિંગ માટે સિલેક્શનની રેસમાં જોવા મળે છે, જેમાંથી બે ખેલાડીઓની પસંદગી થઈ શકે છે, જ્યારે એક ખેલાડી રિઝર્વ ઓપનર તરીકે સ્ક્વોડમાં પસંદ થઈ શકે છે.
ADVERTISEMENT
આ 5 ખેલાડી સિલેક્શનની રેસમાં
ADVERTISEMENT
અભિષેક શર્મા યુવાન બેટ્સમેન છે. તે આઈસીસી T20 રેન્કિંગમાં ટોપ પર જોવા મળી રહ્યા છે. અભિષેક તેનાં બેટિંગ માટે ખૂબ જાણીતા છે, અને તે બોલિંગમાં પણ ટીમને સારી મદદ કરી શકે છે. અભિષેકનું સિલેક્શન લગભગ નક્કી જ છે. તેમણે અત્યાર સુધી 17 T20 ઇન્ટરનેશનલ મેચમાં 535 રન બનાવ્યા છે, જેમાં તેમણે 2 સેન્ચ્યુરી અને 2 હાફ સેન્ચ્યુરી ફટકારી હતી.
ADVERTISEMENT
ડાબા હાથના આ બેટ્સમેનએ ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું હતું અને 2 સદી ફટકારી છે. તેઓ 2025 IPL માં રાજસ્થાન રોયલ્સ માટે જોરદાર બેટિંગ કરતાં જોવા મળ્યા હતાં. યશસ્વી પણ અભિષેકની જેમ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. યશસ્વી એ ભારત માટે 23 T20 મેચમાં 723 રન બનાવ્યા છે, જેમાં 1 સેન્ચ્યુરી અને 5 હાફ સેન્ચ્યુરી ફટકારી છે.
Team India’s Probable XI for Asia Cup 2025 🏏 Who would you pick? 🤔🇮🇳 pic.twitter.com/eHjeEcGNDH
— CricketGully (@thecricketgully) August 9, 2025
ADVERTISEMENT
સંજુ સેમસન T20 ઇન્ટરનેશનલમાં ત્રણ સેન્ચ્યુરી બનાવી ચૂક્યા છે. તે તેમની જોરદાર બેટિંગ અને વિકેટકીપિંગ માટે જાણીતા છે. તે ભારત માટે એક મજબૂત ઓપનર ખેલાડી બની શકે છે. તેમ છતાં, સંજુના ફોર્મમાં કન્ટીન્યુટીનો અભાવ હોવાથી તેમના સિલેકટ થવાની સંભાવના ઓછી છે, પરંતુ તે પણ સત્ય છે કે સંજુ સેમસન એક વિકેટકીપર છે, જેથી તેઓના સિલેક્શન માટે પણ ચર્ચા થઈ શકે છે. સંજુએ 42 T20 ઇન્ટરનેશનલ મેચમાં 861 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપીને શુભમન ગિલએ એશિયા કપ માટે પોતાનું સ્થાન બનાવી લીધું છે. તે છેલ્લી વાર 2024 માં ભારત માટે T20 ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં અને હવે તેમનું ટીમમાં પરત ફરવું કન્ફર્મ થઈ શકે છે. શુભમન અત્યાર સુધી વ્હાઇટ બૉલ ક્રિકેટમાં ઓપનિંગ કરતાં હતાં એટલે તેમને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમને 21 T20 ઇન્ટરનેશનલ મેચમાં 578 રન બનાવ્યા છે, જેમાં 1 સેન્ચ્યુરી અને 3 હાફ સેન્ચ્યુરી ફટકારી છે.
ડાબા હાથના આ બેટ્સમેન પણ એક મજબૂત ખેલાડી છે. IPL 2025 માં સૌથી વધુ 759 રન બનાવનાર આ ખેલાડીનું નામાં પણ અપનિંગ પ્લેયર તરીકે પસંદ થઈ શકે છે. જો કે તેઓને અત્યાર સુધી ભારત માટે માત્ર એક જ T20 મેચમાં રમવાની તક મળી છે.
વધુ વાંચો: VIDEO: ગ્લેન મેક્સવેલનો હેરતઅંગેજ કેચ, લૂંટી લીધી મહેફિલ, બાઉન્ડ્રી પાર હવામાં લટક્યો
એશિયા કપ 2025 માં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર 4 માટે સિલેકટ થશે. સુપર 4માં ટોપ 2 ટીમ 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં રમશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.