બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ગ્લેન મેક્સવેલનો હેરતઅંગેજ કેચ, લૂંટી લીધી મહેફિલ, બાઉન્ડ્રી પાર હવામાં લટક્યો
Last Updated: 11:57 AM, 11 August 2025
AUS vs SA: સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં બંને વચ્ચે ત્રણ મેચની T20I સીરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલી T20I મેચ રવિવારે 10 ઓગસ્ટના રોજ રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાની ટીમે 17 રનથી જીતી લીધી અને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીતનો શ્રેય ટિમ ડેવિડને જાય છે, જેમણે જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને જીત અપાવી.
ADVERTISEMENT
ટિમ ડેવિડ સિવાય ગ્લેન મેક્સવેલના જબરદસ્ત કેચે પણ ઓસ્ટ્રેલિયાને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. કાંગારુઓએ પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની સામે 179 રનોનો ટાર્ગેટ રાખ્યો હતો. આ રન બનાવવામાં ટિમ ડેવિડે જબરદસ્ત અડધી સદી ફટકારી હતી. આના જવાબમાં મહેમાન ટીમ 161 રન જ બનાવી શકી.
GLENN MAXWELL DOES IT AGAIN 🤩 #AUSvSA pic.twitter.com/FQkfbqLzpB
— cricket.com.au (@cricketcomau) August 10, 2025
ADVERTISEMENT
ગ્લેન મેક્સવેલે આ કેચ સાઉથ આફ્રિકાની ઇનિંગની છેલ્લી ઓવરમાં લીધો, જયારે રયાન રિકેલ્ટન 71 રનના સ્કોર પર જબરદસ્ત બેટિંગ કરી રહ્યા હતા. ઓવરના બીજા બોલ પર રયાન રિકેલ્ટનને લોન્ગ ઓનની ઉપરથી છગ્ગો મારવો હતો, પરંતુ ત્યાં ઉભેલા ગ્લેન મેક્સવેલે આવું ન થવા દીધું. બાઉન્ડ્રીની પાર જઈ રહેલા બોલને મેક્સવેલે હવામાં કૂદકો મારીને પહેલા પકડ્યો અને ફરીથી ઉછાળીને બાઉન્ડ્રીની અંદર નાખ્યો. મેક્સવેલ આના પછી બાઉન્ડ્રીની બહાર લેન્ડ થયા અને ફરી બોલને પાછા અંદર આવીને પકડ્યો.

ADVERTISEMENT
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમની કમાન મિચેલ માર્શના હાથમાં હતી. 19 બોલ પર 30ના સ્કોર પર કાંગારુંઓના ટોપ 3 બેટરો મિચેલ માર્શ, ટ્રેવિસ હેડ અને જોશ ઇંગ્લિસ આઉટ થઈ ગયા હતા. આ પછી કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડે ઇનિંગ સંભાળી. 75 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં હતી, ત્યારે ટિમ ડેવિડે 52 બોલ્સ પર 83 રનોની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને 178ના સ્કોર પર પહોંચાડી. 19 વર્ષના ક્વેના મફાકાએ આ દરમિયાન 4 વિકેટ લીધી.
આ પણ વાંચો: 1 રન કર્યો છતાં બની ગયો મેચનો હીરો, સ્ટાર ખેલાડીએ હારેલી મેચ એક કેચથી જિતાડી, વીડિયો અકલ્પનીય
ADVERTISEMENT
આ સ્કોરને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી. ઓપનર રયાન રિકેલ્ટને 71 રનની ઇનિંગ જરૂર રમી, પરંતુ અન્ય બેટરની મદદ ન મળવાને કારણે તેઓ એકલા ટીમને જીત ન અપાવી શક્યા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.