ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં આ ખેલાડીની એન્ટ્રી પાક્કી, હાર્દિક પંડ્યાના રમવા પર સસ્પેંસ, મોટું અપડેટ
Last Updated: 07:10 PM, 11 August 2025
ADVERTISEMENT
એશિયા કપ 2025 આગામી 9 સપ્ટેમ્બરથી શરુ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બર 2025એ યોજાશે. આ ટૂર્નામેન્ટ આ વખતે UAE ના દુબઇ અને અબુ ધાબી શહેરોમાં રમાશે. 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. દરેકની નજર આ મેચ પર જ ટકી છે.
ADVERTISEMENT
સુર્યકુમાર યાદવની એન્ટ્રી થશે?
એશિયા કપ 2025ની શરૂઆત પહેલાં ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. T20 કેપ્ટન સુર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. તે બેંગલોરમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં સારવાર લઈ રહ્યા છે. સૂસુર્યકુમાર યાદવને ફરીથી સંપૂર્ણપણે ફિટ થવામાં હજુ વધારે સમય લાગી શકે છે. તેમણે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી, જેના કારણે હાલ તેઓ ક્રિકેટથી દૂર રહ્યા છે.
ADVERTISEMENT
બીજી બાજુ, આપણાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ પર શંકા છે. હાર્દિક પંડ્યા અત્યારે ફિટનેસ ટેસ્ટ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યાનો ફિટનેસ ટેસ્ટ 11 અને 12 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. IPL 2025 પછી હાર્દિક પંડ્યા ક્રિકેટથી દૂર રહ્યા હતા, પરંતુ એક મહિના પહેલાં જ તેમણે ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું, "NCAની એક નાની યાત્રા."
ADVERTISEMENT
શ્રેયસ અય્યરની એન્ટ્રી પાક્કી?
ADVERTISEMENT
બેટ્સમેન શ્રેયસ અય્યર એશિયા કપ માટે ભારતીય T20 ટીમમાં પાછા આવી શકે છે. શ્રેયસ અય્યરે 27 થી 29 જુલાઈ વચ્ચે ફિટનેસ ટેસ્ટ આપી હતી. 2023ના ડિસેમ્બર બાદ શ્રેયસ અય્યરે કોઇ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો નથી, પરંતુ ભારતીય સિલેક્શન કમિટી શ્રેયસને ટીમમાં સામેલ કરી શકે છે. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત શ્રેષ્ઠ પરફોર્મન્સથી શ્રેયસ અય્યરની ટીમમાં એન્ટ્રી થવી વધારે મજબૂત લાગી રહી છે.
હાર્દિક પંડ્યાની એન્ટ્રી થશે?
ADVERTISEMENT
એશિયા કપ 2025માં કુલ આઠ ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ માટે હાર્દિક પંડ્યાની એન્ટ્રી મહત્વપૂર્ણ રહેશે. હાર્દિક પંડ્યા બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેમની ફિટનેસ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એશિયા કપ 2025માં હાર્દિક પંડ્યાના રમવા પર હજુ સુધી સસ્પેંસ એમનું એમ જ છે.
વધુ વાંચો: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે કોણ કરશે ઓપનિંગ? આ 5 ખેલાડી સિલેક્શનની રેસમાં
ADVERTISEMENT
ભારતીય સિલેક્શન કમિટી એશિયા કપ માટે ટીમ જાહેર કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ આ દરમિયાન બધાની નજરો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અને સુર્યકુમાર યાદવની રિકવરી પર ટકી રહી છે. આ બંને ખેલાડી એશિયા કપમાં ભારતની જીત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે. એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીની માહિતી આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ