બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કેટલી પ્રોપર્ટીનો માલિક છે અર્જુન તેંડુલકર? નેટવર્થ જાણીને આંખો પહોળી થઇ જશે
Arjun Tendulkar: સચિન તેંડુલકરનો પુત્ર અને ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર તેની સગાઈને લઈને ચર્ચામાં આવ્યો છે. 25 વર્ષીય અર્જુને બાળપણની મિત્ર સાનિયા ચાંડોક સાથે એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી જેમાં બંને પરિવારો અને કેટલાક ખાસ મિત્રો હાજર રહ્યા હતા. મેદાનની અંદર અને બહાર, અર્જુનના જીવન વિશે ખૂબ ચર્ચા થાય છે, ત્યારે ચાલો જાણીએ અર્જુન તેંડુલકર કેટલી સંપત્તિનો માલિક છે..
ADVERTISEMENT
કેટલી છે અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ આશરે 22 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છે, જ્યાંથી તે ઘણા રુપિયા કમાય છે. નોંધનીય છે કે, 2021માં, મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અર્જુનને તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી 2022માં, MIએ તેને 30 લાખ રૂપિયામાં ફરીથી કરારબદ્ધ કર્યો હતો. આ રીતે જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં, અર્જુને IPLમાંથી લગભગ 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ADVERTISEMENT

ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ થાય છે આવક
ADVERTISEMENT
અર્જુન તેંડુલકર આઈપીએલ ઉપરાંત ડોમેસ્ટીક ક્રિકેટ એટલે કે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટી-20 જેવી ટુર્નામેન્ટમાં ગોવા માટે રમી રહ્યો છે. જેમાં વર્ષે લગભગ 10 લાખ રુપિયા કમાય છે. જો તેની વાર્ષિક આવકની વાત કરીએ તો લગભગ 50 લાખ રુપિયા છે જેમાંથી 75-85 IPLથી જ્યારે 20-25 ટકા ડોમેસ્ટીક ક્રિકેટમાંથી કમાણી થાય છે.
વધુ વાંચો : બાપ-દાદાની કરોડોની સંપત્તિ... શું કરે છે અર્જુનની થવાવાળી દુલ્હનિયા?
ADVERTISEMENT
મુંબઈ અને લંડનમાં વૈભવી બંગલો
અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈના એક પોશ વિસ્તારમાં 6000 ચોરસ ફૂટમાં બનેલા એક વૈભવી બંગલામાં રહે છે. જેમાં, બે બેસમેન્ટ, એક ટેરેસ, એક ગાર્ડન, આધુનિક લિવિંગ રૂમ અને ડાઇનિંગ એરિયા છે. સચિને 2007માં આ ઘર રુપિયા 39 કરોડમાં ખરીદ્યું હતું, જેની કિંમત આજે લગભગ 100 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, સચિન પાસે લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક વૈભવી એપાર્ટમેન્ટ પણ છે. સચિનનો આખો પરિવાર ઘણીવાર રજાઓ ગાળવા માટે અહીં જાય છે. સચિનની ક્રિકેટ એકેડમી પણ આ વિસ્તારમાં છે, જ્યાં અર્જુન પ્રેક્ટિસ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.