બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:43 PM, 20 June 2025
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત એક આક્રમક સદીથી કરી છે. આ યુવા વિસ્ફોટક ઓપનર બેટ્સમેને હેડિંગ્લી ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા અને દિવસના બીજા સત્રમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી હતી.
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે, આ તેની ઈંગ્લેન્ડમાં પહેલી મેચ છે અને તેણે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારીને, આ ભારતીય ઓપનરે ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે.

ADVERTISEMENT
144 બોલમાં સદી ફટકારી
23 વર્ષીય યશસ્વી જયસ્વાલે 144 બોલમાં પોતાની સદી પૂરી કરી. સિંગલ રન લઈને સદી સુધી પહોંચતા પહેલા, તેણે બ્રાયડન કાર્સેના સતત બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા. દિવસના પહેલા સત્રમાં, યશસ્વીએ કેએલ રાહુલ સાથે 91 રનની ભાગીદારી કરી અને લંચ સુધી અણનમ રહ્યો. બીજા સત્રમાં, યશસ્વીએ પહેલા 96 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછી 144 બોલમાં ઝડપથી રન બનાવીને સદી ફટકારી.
ADVERTISEMENT
📸 📸
— BCCI (@BCCI) June 20, 2025
A celebratory run 👌
The hands aloft 🙌
The trademark jump ☺️
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @ybj_19 pic.twitter.com/E4PDGDOKEb
સદી પૂરી કર્યા પછી, આ યુવા બેટ્સમેને પોતાની શૈલીમાં સેલીબ્રેટ કરી ગિલે તેને લગાવ્યો હતો અને આ સદી માટે અભિનંદન આપ્યા. સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ યશસ્વીની સદીને તાળીઓથી વધાવી લીધી. ટી-બ્રેક સુધી તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. જોકે, ત્રીજા સત્રની શરૂઆતમાં, યશસ્વી પોતાની ઇનિંગને વધુ આગળ લઈ જઈ શક્યો નહીં અને બેન સ્ટોક્સ દ્વારા બોલ્ડ થયો. યશસ્વીએ 16 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 101 રનની ઇનિંગ રમી.
ADVERTISEMENT
યશસ્વીના નામે થયેલા રેકોર્ડ
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારનાર 5મો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે સૌરવ ગાંગુલી, મુરલી વિજય જેવા દિગ્ગજોની ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત, યશસ્વી લીડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. તેની પહેલા લીડ્સમાં ઓપનિંગ કરતી વખતે કોઈએ આ સિદ્ધિ મેળવી ન હતી.
ADVERTISEMENT

સેહવાગને પાછળ છોડી દીધો
ADVERTISEMENT
યશસ્વી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર બીજા સૌથી નાની ઉંમરના બેટ્સમેન બન્યા. આ બાબતમાં, તેમણે મહાન ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો, જેમણે 23 વર્ષ 292 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારી હતી. યશસ્વીએ 23 વર્ષ 174 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. ઇંગ્લેન્ડમાં સૌથી નાની ઉંમરના ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ સૈયદ મુશ્તાક અલીના નામે છે, જેમણે 21 વર્ષ 221 દિવસની ઉંમરે આવું કર્યું હતું.
YASHASVI JAISWAL HAS TEST HUNDREDS IN AUS, ENG & WI AT THE AGE OF 23. 🔥🤯 pic.twitter.com/E5DVkkxYTe
— Johns. (@CricCrazyJohns) June 20, 2025

ઇંગ્લેન્ડમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય
21 વર્ષ 221 દિવસ - સૈયદ મુશ્તાક અલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 1936
23 વર્ષ 174 દિવસ - યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લીડ્સ, 2025
23 વર્ષ 292 દિવસ - વીરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2002
24વર્ષ 278 દિવસ - વિજય મર્ચન્ટ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 1936
આ પણ વાંચો : મારા માટે સૌથી મોટું સન્માન...' કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલ થયો ભાવુક, જુઓ વીડિયો
ઇંગ્લેન્ડમાં ભારત માટે પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારનારા બેટ્સમેન
146 - એમ વિજય, ટ્રેન્ટ બ્રિજ 2014
133 - વિજય માંજરેકર, હેડિંગલી 1952
131 - સૌરવ ગાંગુલી, લોર્ડ્સ 1996
129* - સંદીપ પાટીલ, ઓલ્ડ ટ્રેફોર્ડ 1982
100* - યશસ્વી જયસ્વાલ, હેડિંગલી 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.