બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / sonu sood's new film kisan

બોલિવૂડ / શ્રમિકોને ઘરે પહોંચાડ્યા બાદ સોનુ સુદ માટે કરાયુ આ કામ, અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આપ્યા અભિનંદન

Kinjari

Last Updated: 01:11 PM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી પોતાની માગને લઇને દિલ્હી બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોની માંગ હજુ પૂર્ણ થઇ નથી. ત્યારે આ જ માહોલ વચ્ચે એક નવી ફિલ્મ કિસાન બનાવવાની ઘોષણા થઇ છે. જેમાં સોનુ સૂદ લીડ રોલ પ્લે કરશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે સોમવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

  • કિસાન ફિલ્મમાં આવશે નજર 
  • સોનુ સૂદ ધ રિયલ હિરો 
  • બોલિવૂડમાં આપશે ખેડૂતો પર ફિલ્મ

 

 

ફિલ્મને ઇ નિવાસ ડાયરેક્ટ કરશે અને રાજ શાંડિલ્ય પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ માટે હાલ અન્ય કોઇ કાસ્ટને લઇને વાત નથી ચાલી રહી પરંતુ સોનુ સૂદના ફેન્સ પહેલાથી જ આ પ્રોજેક્ટ પર તેમને અભિનંદન આપવા લાગ્યા છે. તરુણે પોતાની ટ્વિટમાં લખ્યું કે, સોનુ સૂદ કિસાનમાં લીડ રોલ પ્લે કરશે જેનુ ડાયરેક્શન ટોલિવુડ ફિલ્મ મેકર ઇ નિવાસ કરશે અને રાજ શાંડિલ્ય પ્રોડ્યુસ કરશે. અન્ય કલાકારોની ઘોષણા જલ્દી જ કરવામાં આવશે. 

બચ્ચને અભિનંદન કહ્યું 
મહત્વનું છે કે, સોશ્યલ મિડીયા પર ફિલ્મની ઘોષણા થયા બાદ સોનૂના ફેન્સ તો તેને અભિનંદન પાઠવી જ રહ્યાં છે પરંતુ મહાનાયક અમિતાભ બચ્ચને પણ સોનૂને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટ કરીને તેમણે લખ્યું કે, ફિલ્મ કિસાન માટે તમને શુભકામનાઓ. 

 

 

કોન બનેગા કરોડપતિમાં સોનૂ સુદ 
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા કોન બનેગા કરોડપતિના સ્પેશ્યલ એપિસોડ કર્મવીરમાં એમ્બ્યુલન્સ દાદા સાથે ગેસ્ટના રૂપમાં સોનૂ સુદ આવ્યા હતા. જ્યાં તેમણે બીગ-બીને પોતાની બુક આઇ એમ નો મસિહા ભેટમાં આપી હતી. સોનુ અને બચ્ચન બુઢ્ઢા હોગા તેરા બાપમાં સાથે કામ કરી ચૂક્યા છે. 

સોનુનું ડેબ્યું 
તમને જણાવી દઇએ કે, સોનુએ ફિલ્મ શહીદ-એ-આઝમથી બોલિવૂડમાં ડેબ્યું કર્યુ હતુ, જેમાં તેમણે સરદાર બગત સિંહનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. જે બાદ તેમણે સિંગ ઇઝ કિંગ, જોધા અકબર, દબંગ, બુઢ્ઢા હોગા તેરા બાપ, શુટ આઉટ એટ વડાલા, હેપ્પી ન્યુ યર, ગબ્બર ઇઝ બેક જેવી ફિલ્મોમાં મહત્વના કેરેક્ટર પ્લે કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ