બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Sonakshi Sinha Got Angry As Her Samsonite Luggage Bag Was Broken By Indigo Airlines Video Gone Viral

VIRAL / VIDEO: સોનાક્ષીએ ટ્વિટર પર નીકાળી ભડાસ, Indigo માં મુસાફરી દરમિયાન તૂટી બેગ

Published By: Juhi

Last Updated: 11:30 AM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ફિલ્મો સિવાય સોશ્યલ મીડિયા પર પણ સતત એક્ટિવ છે, તે સતત પોતાના ફેન્સ અને સોશ્યલ મીડિયા યૂઝર્સ સુધી પોતાની ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે, તેમજ કોઇ વાત જણાવી હોય તો પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

સોનાક્ષીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ક્લિપ શૅર કરી છે. આ વીડિયોમાં એરલાઇન Indigo સામે ફરિયાદ કરતી જોવા મળી રહી છે. Indigo માં ટ્રાવેલિંગ દરમિયાન તેની બેગ ખરાબ રીતે તૂટી જતા તેની ફરિયાદ કરી રહી છે. 

 

30 સેકન્ડના વીડિયોમાં સોનાક્ષીએ કહ્યુ કે, ''હું આજે Indigo માં ટ્રાવેલ કરી રહી હતી  અને મારી પાસે એક બેગ હતી જે બિલકુલ સારી સ્થિતિમાં હતી, જ્યારે હું પાછી આવી ત્યારે તેનુ હેન્ડલ તૂટેલુ હતુ, બીજુ હેન્ડલ પણ ખરાબ રીતે તૂટેલું હતું અને બેગના વ્હીલ પણ સરખી રીતે કામ કરતા નહોતા.''

એક્ટ્રેસ આગળ કહ્યુ કે, '' Indigo ના લોકોનો આભાર અને સેમસોનાઇટ, દુખની સાથે કહેવુ પડી રહ્યુ છે કે તમે પણ Indigo થી બચી શક્યા નહી.'' સેમસોનાઈટ એક ઈન્ટરનેશનલ લગેજ મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે જે બેગ્સ અને બ્રીફકેસેસ બનાવે છે.

Indigo ને વીડિયોમાં ટેગ કરીને સોનાક્ષીએ કહ્યુ કે, ''હાય @IndiGo6E, 6E હલ્ક છે, આ 6E નહોતું. તમે અતૂટ વસ્તુને તોડી નાખી.''

આ પહેલા સોનાક્ષી સિન્હા ચર્ચામાં આવી હતી જ્યારે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ એમેઝોન પરથી 18,000 રૂપિયાનું એક હેડફોન ઓર્ડર કર્યુ હતુ. ઓર્ડર કર્યા પછી બોક્સ ખોલ્યુ તો લોખંડનો જૂનો નળ નીકળ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Indigo Sonkashi Sinha viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ