ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની 'કૂખ્યાત' કીર્તિ પટેલ ફરી વિવાદમાં, આઈફોન લેવા ખેલ્યો સટ્ટો, 40 હજાર જીતીને દુકાને પહોંચી

વિવાદ / સુરતની 'કૂખ્યાત' કીર્તિ પટેલ ફરી વિવાદમાં, આઈફોન લેવા ખેલ્યો સટ્ટો, 40 હજાર જીતીને દુકાને પહોંચી

Published By: Mit Soni

Last Updated: 04:33 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર કિર્તી પટેલ સતત વિવાદોમાં સપડાયેલી રહે છે, ત્યારે ફરી એક વાર બેટિંગ એપના પ્રમોશનને લઈને વિવાદમાં આવી છે. સમાજને ગેરમાર્ગે દોરતો વીડિયો બનાવતા કિર્તી પટેલ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 20 હજારની સામે 40 હજાર રૂપિયા જીત્યા હોવાનો દાવો કર્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો....

ADVERTISEMENT

સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર કિર્તી પટેલ અને વિવાદનો સબંધ જૂનો છે, કારણે કે તે કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહેતી હોય છે. આ વખતે કિર્તી પટેલ એક બેટિંગ એપના પ્રમોશનને લઈને વિવાદમાં આવી છે. તેને એક બેટિંગ એપનું પ્રમોશન કર્યું હતું જેને લઈને વિવાદ થયો છે. મેં મોટી બેટ લગાવી અને પૈસા જીતીને જાવ છું શોપિંગ કરવા તેવું કહ્યું છે. I phone માટે બેટિંગ ગેમમાં બેટ લગાવી છે તેવું કહ્યું હતું 20 હજારની બેટિંગ લગાવવાથી 40 હજાર જીતી એવું પણ કહ્યું હતું. આ પૈસાથી I PHONE 17 પ્રો ખરીદવા પહોંચી છું તેવું પણ કહ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે બેટિંગ એપનું પ્રમોશન કરતી કીર્તિ પટેલ સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું

vtv app promotion

અગાઉ પણ નોંધાઈ ફરિયાદ

લસકાણા પોલીસે રેતી–કપચી વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદના આધારે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. અલ્પેશ ડોંડાના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની સાથે ધમકીભરી ભાષા વાપરી રહી હતી. વેપાર સંબંધિત મુદ્દાઓને આધારે કીર્તિ પટેલે તેમના પર ખંડણી જેવા પ્રયાસો કર્યાનો પણ આક્ષેપ નોંધાયો છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોવર્સ વચ્ચે ખોટી માહિતી ફેલાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કીર્તિ પટેલ સામે આ નવા કેસ પછી કુલ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી અને અગાઉથી જ અલગ–અલગ ગુનાઓમાં જેલમાં બંધ કીર્તિ પટેલને આ ફરિયાદથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

વધુ વાંચો; બંધ થઇ જશે Blinkit-Zeptoની 10 મિનિટ વાળી ડિલિવરી સર્વિસ? ગ્રાહકોને થશે કોઇ અસર!

કિર્તી પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલાઈ હતી

કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. ત્યારબાદ તેણે 93 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા પાસા હેઠળ પકડીને તેને વડોદરા જેલ ખાતે ધકેલી દેવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Influencer Betting App Promotion Kirti Patel Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ