બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બંધ થઇ જશે Blinkit-Zeptoની 10 મિનિટ વાળી ડિલિવરી સર્વિસ? ગ્રાહકોને થશે કોઇ અસર!

બિઝનેસ / બંધ થઇ જશે Blinkit-Zeptoની 10 મિનિટ વાળી ડિલિવરી સર્વિસ? ગ્રાહકોને થશે કોઇ અસર!

Priykant Shrimali

Last Updated: 03:16 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Blinkit Zepto Delivery Service : શું Blinkit-Zeptoની પર પ્રતિબંધ મૂકવામાં આવશે? આ નિર્ણય શા માટે લઈ શકાય?

Blinkit Zepto Delivery Service : છેલ્લા કેટલાક સમયથી Blinkit અને Zepto જેવી ઝડપી ડિલિવરી આપતી એપ્સ ફરી ચર્ચામાં આવી છે. આ કંપનીઓની “10 મિનિટમાં ડિલિવરી” કરવાની પદ્ધતિ સામે ગિગ વર્કર્સ એટલે કે ડિલિવરી પાર્ટનર્સમાં અસંતોષ વધી રહ્યો છે. કામદારોની યુનિયનોનું કહેવું છે કે, આવી ઝડપની માંગ તેમની સલામતી અને હકો માટે ખતરનાક છે. આ મુદ્દે 31 ડિસેમ્બરે દેશવ્યાપી એપ બંધ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેના કારણે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઘણી જગ્યાએ ડિલિવરી સેવાઓ પર અસર પડી શકે છે.

શુંતમે જાણો છો ગિગ વર્કર્સ હડતાળ પર કેમ ઉતરી રહ્યા છે?

ડિલિવરી એજન્ટો કહે છે કે, 10 મિનિટની ડિલિવરી પૂરી કરવા માટે તેમને સતત દબાણમાં કામ કરવું પડે છે. સમયસર પહોંચવા માટે ઘણીવાર ટ્રાફિક નિયમો અને પોતાની સલામતી સાથે પણ સમાધાન કરવું પડે છે. યુનિયનોનું કહેવું છે કે જો ઓર્ડરમાં મોડું થાય પછી, તે રેસ્ટોરન્ટના કારણે હોય કે ગ્રાહકના કારણે, અંતે દંડ અને નુકસાન ડિલિવરી એજન્ટને જ ભોગવવું પડે છે. આથી તેઓ આ મોડેલને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

31 ડિસેમ્બરે દેશવ્યાપી એપ બંધ હડતાળ

ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ અને અન્ય ગિગ વર્કર યુનિયનો દ્વારા 31 ડિસેમ્બરે એપ્સ બંધ રાખવાની હડતાળનું એલાન કરાયું છે. અગાઉ 25 ડિસેમ્બરે પણ હડતાળ થઈ હતી, જેની અસર દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરોમાં જોવા મળી હતી. યુનિયન નેતાઓ માને છે કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓર્ડરો વધારે હોવાથી હડતાળની અસર બેંગલુરુ, મુંબઈ અને અન્ય મોટા શહેરોમાં વધુ જોવા મળી શકે છે.

હવે જાણો ગિગ વર્કર્સની મુખ્ય માંગણીઓ શું છે?

  • 10 મિનિટ ડિલિવરી મોડેલ પર પ્રતિબંધ
  • મનમાની રીતે ID બ્લોક કરવી અને દંડ વસૂલવાની પ્રથા બંધ કરવી
  • પ્લેટફોર્મ કંપનીઓને શ્રમ કાયદાના દાયરામાં લાવવી
  • વેતન વ્યવસ્થા વધુ સ્પષ્ટ અને ન્યાયસંગત બનાવવી
  • સામાજિક સુરક્ષા અને સામૂહિક સોદાબાજીના અધિકાર આપવા
  • આ તમામ મુદ્દાઓ અંગે શ્રમ મંત્રીને લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે.

ડિલિવરી એજન્ટો ખુલ્લેઆમ વિરોધ કેમ નથી કરતા?

ઘણા ડિલિવરી પાર્ટનર્સ હડતાળમાં જોડાવા ઈચ્છે છે, પરંતુ તેમને પોતાની ID બ્લોક થઈ જશે કે બ્લેકલિસ્ટ થઈ જશે તેનો ડર છે. યુનિયનના નેતાઓ જણાવે છે કે, કામદારો પર કંપનીઓ દ્વારા કાર્યવાહી થવાની ભીતિ હોવાથી ઘણા લોકો ચૂપ રહે છે. એજન્ટોનું કહેવું છે કે, નાના ભૂલ માટે પણ તેમને જવાબદાર ઠેરવવામાં આવે છે, ભલે ભૂલ તેમની ન હોય.

આ પણ વાંચો : તો શું ઘરેલુ LPG ગેસ સિલિન્ડર મોંઘા થશે? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે ?

રેસ્ટોરન્ટ અને ગ્રાહકો પર શું અસર પડશે?

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જો ડિલિવરી સેવાઓ ખોરવાશે તો તેની અસર રેસ્ટોરન્ટ વ્યવસાય પર પણ પડી શકે છે. કેટલાક નાના રેસ્ટોરન્ટ્સ પોતાની ડિલિવરી વ્યવસ્થા કરી શકે છે, પરંતુ મોટા બ્રાન્ડ્સ માટે એ સરળ નથી. ગ્રાહકોને પણ ઓર્ડર મોડું પહોંચવાની અથવા રદ્દ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zepto Blinkit Zepto Delivery Service Blinkit
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ