બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:13 PM, 30 December 2025
LPG Gas Cylinder Price : ફરી એકવાર ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સરકાર દ્વારા LPG પર આપવામાં આવતી સબસિડીની ગણતરીમાં શક્ય ફેરફાર થઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.જો હવે આ ફેરફાર લાગુ પડે, તો સામાન્ય લોકો માટે ગેસ સિલિન્ડર મોંઘું થઈ શકે છે.
ADVERTISEMENT
સબસિડીની ગણતરીમાં શું બદલાવ આવી શકે છે?
હાલમાં ભારત સરકાર LPG સબસિડીની ગણતરી સાઉદી અરેબિયાના કોન્ટ્રેક્ટ ભાવ (Saudi CP) ના આધારે કરે છે. આ ભાવ પશ્ચિમ એશિયામાંથી આવતા LPG માટે માનક ગણાય છે. પરંતુ હવે રાજ્યની માલિકીની તેલ કંપનીઓ ઈચ્છે છે કે સબસિડીની ગણતરીમાં અમેરિકાથી આવતા LPGના ભાવ અને તેને ભારત લાવવાનો વધારાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ સામેલ કરવામાં આવે.
ADVERTISEMENT
અમેરિકા પરથી LPG મંગાવવું કેમ મોંઘું છે?
અમેરિકાથી LPG આયાત કરવાનું ટ્રાન્સપોર્ટ ખર્ચ સાઉદી અરેબિયા કરતાં લગભગ ચાર ગણું વધારે છે. એટલે કે જો અમેરિકન LPG પર યોગ્ય ડિસ્કાઉન્ટ ન મળે, તો તેનો ખર્ચ વધારે પડે છે. આ સ્થિતિમાં સરકાર સામે બે વિકલ્પ રહે છે અથવા તો વધારે સબસિડી આપવી અથવા તો ગ્રાહકો પર ભાવનો ભાર મૂકવો.
ADVERTISEMENT
અમેરિકા સાથે થયેલો મહત્વપૂર્ણ કરાર
ગયા મહિને ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓએ મળીને 2026 માટે અમેરિકાથી આશરે 2.2 મિલિયન મેટ્રિક ટન LPG આયાત કરવાનો કરાર કર્યો છે. આ ભારતની કુલ LPG આયાતનો લગભગ 10% ભાગ છે. અમેરિકાથી LPG ખરીદવાનો આ ભારતનો પહેલો લાંબા ગાળાનો કરાર છે. અગાઉ માત્ર જરૂર મુજબ (સ્પોટ માર્કેટમાંથી) ખરીદી થતી હતી.
ADVERTISEMENT
તો શું ગેસ સિલિન્ડર મોંઘું થશે?
જો અમેરિકાથી LPG સસ્તા દરે ન મળે અને સરકાર સબસિડી વધારવા તૈયાર ન હોય, તો શક્ય છે કે સબસિડીમાં ઘટાડો થાય, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ વધે. આ અસર માત્ર સામાન્ય ગ્રાહકો પર જ નહીં, પરંતુ ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓ પર પણ પડી શકે છે.
ADVERTISEMENT

હાલ ઘરેલુ ગેસના ભાવ કેટલા છે?
ADVERTISEMENT
ઈન્ડિયન ઓઇલના તાજેતરના આંકડા મુજબ
છેલ્લે 8 એપ્રિલ 2025ના રોજ ઘરેલુ ગેસના ભાવમાં ₹50નો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : એ લોકો, જેને આધાર-પાન લિંક કરવાની જરૂર નથી! એવું કેમ? તો જાણી લો નિયમ
ઉજ્જવલા યોજનાની હાલની સ્થિતિ
ઉજ્જવલા યોજના હેઠળ હાલમાં પ્રતિ સિલિન્ડર ₹300ની સબસિડી આપવામાં આવે છે. દેશભરમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા લગભગ 10.35 કરોડ છે. કુલ LPG ગ્રાહકોની સંખ્યા આશરે 33 કરોડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.