બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / smart light bulbs can hack your personal details according to a new study

ટેક્નોલોજી / સાવધાન! હેકર્સનું નવું હથિયાર બની શકે છે તમારા સ્માર્ટ લાઈટ બલ્બ, પ્રાઈવસી પર ખતરો

Published By: Mehul

Last Updated: 08:43 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરતી જાય છે તેની સાથે સાથે હેકર્સ પણ હવે નવા નવા ખતરનાક રસ્તાઓ શોધતા જાય છે અને તમારી અંગત જિંદગી અને પ્રાઈવસી માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. દિવાળીના આ તહેવારોમાં માર્કેટમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટ લાઈટ બલ્બએ ધૂમ મચાવી હતી.

  • સ્માર્ટ લાઇટ બલ્બ તમારી અંગત માહિતીને હેક કરી શકે છે
  • સ્માર્ટ લાઇટ બલ્બ વાઈ-ફાઈ નેટવર્કથી જોડાયેલા અન્ય ડિવાઈસને આસાનીથી હેક કરી શકે
  • અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી આપી

તમે આ સ્માર્ટ લાઇટ વિશે તો સાંભળ્યું જ હશે. આજકાલ બજારમાં તેની જોરદાર ચર્ચા છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે, આ સ્માર્ટ લાઇટ બલ્બ તમારી અંગત માહિતીને હેક કરી શકે છે. ઇન્ફ્રારેડ ઈનેબલ કરેલા સ્માર્ટ લાઇટ બલ્બ વાઈ-ફાઈ નેટવર્કથી જોડાયેલા અન્ય ડિવાઈસને આસાનીથી હેક કરી શકે છે. તેના દ્વારા હેકર્સ તમારી અંગત, સંવેદનશીલ માહિતીને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી આપી છે.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સેન એન્ટોનિયો (યુટીએસએ)ના સંશોધકોએ લોકપ્રિય સ્માર્ટ લાઇટ બ્રાન્ડમાં સુરક્ષાના છિંડાં શોધી કાઢ્યા અને તેની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, સ્માર્ટ લાઇટને ઘણા ઑટોમેટેડ કન્ટ્રોલ્સ અને દમદાર પરફૉર્મન્સની સાથે રજૂ કરવામાં આવે છે. 

આ ટેક્નિકની મદદથી લાઈટ કન્ડિશન્સ પ્રમાણે તેની બ્રાઈટનેસ જાતે જ ઓછી કે વધુ થઈ જાય છે. ઇન્ફ્રારેડ સેન્સર્સની વાત કરીએ તો તેને સ્માર્ટ બલ્બમાં ડે-લાઇટને ટ્રેક કરવા માટે આપવામાં આવે છે. યુટીએસએના પ્રોફેસર મુર્તઝા જદલીવાલાએ કહ્યું કે, હેકર્સ સ્માર્ટ બલ્બમાં હાજર ઇન્ફ્રારેડની મદદથી તમારી અંગત માહિતી અને ડેટા ચોરી કરે છે. તેમાં હાજર અદ્રશ્ય વેબ સ્પેક્ટ્રમને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે.

પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકારની લાઈટોનો દુરૂપયોગ થઈ શકે છે. તેના માધ્યમથી યુઝર્સના અંગત મેસેજીસ અને ફોટોગ્રાફ પણ ચોરી શકાય છે. હેકર્સ તેનો ઉપયોગ યુઝર્સ પર એટેક કરવા માટે કરે છે. કેટલાક સ્માર્ટ બલ્બ એવા પણ છે, જે ઘરના વાઈ-ફાઈ સાથે જોડાયેલા હોય છે. તેને કોઈપણ પ્રકારના સ્માર્ટ હોમ હબની જરૂર પડતી નથી.

ઘરનું વાઈ-ફાઈ અન્ય ડિવાઈસ સાથે પણ કનેક્ટ હોય છે. સંશોધનકારો કહે છે કે, હેકર્સ હોમ નેટવર્ક સાથે જોડાયેલા બાકીના ડિવાઇસીસના ડેટા પણ હેક કરી શકે છે. ડિવાઇસની અદૃશ્ય તરંગોને કારણે ડેટા ચોરી કરવી શક્ય બને છે. તેનો ઉપયોગ ડેટા હેક કરવાના એક ટૂલ તરીકે કરવામાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Smart Light Bulbs Tech Update study technology news ગુજરાતી ન્યૂઝ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ