બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Tech & Auto / Sixth Sense technology fame Pranav Mistri elected as CEO of a Samsung research subsidy
ગુજરાતમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રી જેમણે Sixth Sense ક્ષેત્રમાં ઈશારાઓથી કાબુ થઇ શકે એવું કમ્પ્યુટર MITમાં બનાવ્યું હતું તેમને સેમસંગ કંપનીએ વિકસાવેલા STAR Labsના પ્રેસિડેન્ટ અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. આ જાહેરાત તેમણે LinkedIn ઉપર કરી હતી. નોંધનીય છે કે તેઓ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે 2012થી જોડાયેલા છે અને 2017માં તેઓ સેમસંગના વાઇસ પ્રેસિડેન્ટ હતા.
ADVERTISEMENT
ભારતીયોનો ટેક કંપનીઓમાં ડંકો
ગુગલના અત્યારના CEO તમિલનાડુના 47 વર્ષીય સુંદર પીચાઈ છે તેમના ગાળામાં જ તેમને પિક્સલ સ્માર્ટફોન્સ, ગૂગલ પે, ડે ડ્રિમ વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ વગેરે જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી.
ADVERTISEMENT
ગૂગલના હરીફ એવી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના CEO હૈદરાબાદમાં જન્મેલા સત્યા નાદેલા છે. 52 વર્ષીય નાદેલાના સમયમાં જ માઈક્રોસોફ્ટના શેરના ભાવ ત્રણ ગણા થયા છે અને કંપની માર્કેટ વેલ્યુએશન પ્રમાણે કંપની 1 ટ્રિલિયન ડોલર વટાવી ચુકી છે.
ADVERTISEMENT
56 વર્ષીય શાન્તનુ નારાયણ Adobe કંપનીના CEO છે. તેઓ પણ હૈદરાબાદના છે. ફોર્ચ્યુન મેગેઝીનની યાદીમાં પોતાનું નામ મેળવનાર શાન્તનુએ Adobe CC પ્રકારના સબસ્ક્રિપ્શન મુજબના ક્લાઉડ બેઝડ મોડલની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
પ્રણવ મિસ્ત્રી ઉપરાંત આગ્રાના 61 વર્ષીય દિનેશ પલિવલ પણ સેમસંગની માલિકીની ઓડિયો ટેક્નોલોજી કંપની હર્મન ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને CEO છે. પલિવલની આગેવાની હેઠળ હર્મને ગાડીઓમાં સાઉન્ડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાની શરૂઆત કરી છે.
ADVERTISEMENT
બીજી ટેક્નોલોજી કંપની નોકિયાના CEO તરીકે 2014થી 52 વર્ષીય દિલ્હીના રાજીવ સુરી ફરજ બજાવે છે. સુરીની આગેવાનીમાં નોકિયાએ HMD Global સાથે ટાઈ અપ ગોઠવીને નોકિયાનું માર્કેટ વેલ્યુએશન 1 બિલિયનથી વધારીને 10 બિલિયન કરી દીધું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.