બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Singer vijay suvala join aam admi party

આગમન / ગુજરાતના આ પોપ્યુલર લોકગાયકની રાજકારણમાં એન્ટ્રી, ઈસુદાન ગઢવીની હાજરીમાં AAPમાં જોડાયા

Published By: Ronak

Last Updated: 08:32 PM, 22 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા સિંગર વિજય સુવાળા આજે અરવિંદ કેજરિવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગોપાલ ઈટાલીયા અને અને ઈસુદાને કર્યું તેમનું સ્વાગત. 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની તૈયારીઓ અત્યારથી શરૂ .

  • ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં છે વિજય સુવાળાના ચાહકો 
  • આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી 
  • ગાયક વિજય સુંવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમા ખાસ કરીને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા તો અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ઈસુદાન તેમજ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં વિજય સુવાળાને પણ આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે. 

ગ્રામ્ય વિસ્તારોમાં વધારે ચાહકો 

વિજય સુવાળા એક ગાયક છે અને તેમના ગીતો તેમજ ભજનો સોશિયલ મીડિયા પર ઘણા હિટ છે. તેમની ફેન ફોલોવીંગ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વધારે છે. જેથી આમ આદમી પાર્ટીને તેમના આગમનથી ઘણો ફાયદો થઈ શકે છે. 

ચૂંટણીની તૈયારીઓ શરૂ 

તાજેતરમાંજ પત્રકાર ઈસુદાન ગઢવી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી તેમના જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે. વિજય સુવાળા સિવાય વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જોડાયા છે. આ બધીજ વાતોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. 

પાર્ટીમાં નવયુવાનોનું આગમન 

પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ પાર્ટીમાં નવયુવાનોને જોડી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટીમાં વધારેમાં વધારે લોકો જોડાય તેવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીમાં જોડાયેલા વિજય સુવાળાએ એવું કહ્યું કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જમીન તેમજ લોકો સાથે જોડાયેલા છે.

વિજય સુવાળાનું નિવેદન 

આ ઉપરાંત વિજય સુવાળાએ એવું પણ કહ્યું કે સમાજમાં દરેક વર્ગને સાથી રાખીને ચાલનાર આમઆદમી પાર્ટી સાથે આજે હું જોડાયુ છું. ઉલ્લેખનીય છે કે હાલ આમ આદમી પાર્ટી ચૂટણીની જોરશોરથી તૈયારી કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ પમ રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aam Aadmi Party folk singer vijay suvada gujarat આમ આદમી પાર્ટી ગુજરાત New Entry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ