બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ લક્ષણો જોવા મળે તો સમજી જજો કે શરીરમાં વધી ગયું છે યૂરિક એસિડ, કંટ્રોલ કરવા માટે ફટાફટ આ કામ કરો

હેલ્થ / આ લક્ષણો જોવા મળે તો સમજી જજો કે શરીરમાં વધી ગયું છે યૂરિક એસિડ, કંટ્રોલ કરવા માટે ફટાફટ આ કામ કરો

Published By: Jinal Chauhan

Last Updated: 03:32 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ કાલ યુરિક એસિડ વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. શરૂઆતના લક્ષણ સામાન્ય હોય છે, જેને લોકો ધ્યાનમાં લેતા નથી. જો સમય પર ધ્યાન આપવામાં ન આવે તો આ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.

યુરિક એસિડ શરીરમાં બનતો એક કેમિકલ પદાર્થ છે, જે આપણા ખાવા પીવા અને સેલ્સ તૂટવાથી બને છે. જે લોહીમાં ભળીને કિડનીમાંથી પસાર થઈને પેશાબ સાથે બહાર નીકળે છે. જો શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધી જાય તો કિડની તેને સરખી રીતે બહાર નહીં કાઢી શકે, અને તે વધી જાય છે.

વધારે પ્રોટીન વાળું ભોજન, દારૂ, મેદસ્વિતાપણું, અયોગ્ય લાઈફસ્ટાઈ અને પૂરતા પ્રમાણમાં પાણી ન પીવુ યુરિક એસિડ બનવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત ઘણી બિમારીઓ અને દવા પણ અસર કરે છે. વધારે યુરિક એસિડ શરીરમાં સોજા અને દુખાવાનું કારણ બને છે.

uric-acid-2

યુરિક એસિડ વધવાના લક્ષણો

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે. સોજા થાય છે, કિડનીમાં દુખાવો શરૂ થાય છે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે, પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સાથે જ શરીરમાં નબળાઈ અનુભવવી, શરીરમાં દુખાવો અને થાક લાગે છે.

સંધિવાના વાના સૌથી પીડાદાયક સ્વરૂપોમાંનું એક છે. આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આને ઠીક કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારી ખાવાની આદતોમાં ફેરફાર કરો. દવાઓ લઈને અને તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને પણ આ રોગને ઠીક કરી શકાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પેટથી લઈને શ્વાસ સુધી, નાગરવેલના પાન ખાવાથી મળે છે અઢળક ફાયદા

યુરિક એસિડ આ રીતે કંટ્રોલમાં રાખો

  • પ્રોટીન અને હાઈ પ્યુરીન યુક્ત ભોજન ઓછું લો.
  • આખા દિવસમાં ઓછામાં ઓછું 7થી8 ગ્લાસ પાણી પીવો
  • શુગર વાળા પીણા અને દારૂથી દૂર રહો
  • દરરોજ એક્સરસાઈઝ કરો અથવા ચાલવાનું રાખો
  • મેદસ્વિતાપણુ ઓછુ કરવા માટે હેલ્થી ડાયટ અપનાવો
  • ડોક્ટરની સલાહ લઈને દવા લો
  • સ્ટ્રેસ ઓછો કરવા માટે યોગ કે મેડિટેશન કરો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wellness Fitness Health

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ