બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:58 AM, 26 February 2024
મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા ભક્ત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે છે. આ પાઠને ખબ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ પાઠથી વ્યક્તિના જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમે અર્ગલા સ્ત્રોત, દુર્વા કવચ, કીલક, દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય નથી કરી શકતા તો ફક્ત સિદ્ધ કુંજિકાનો પાઠ કરવાથી આખા સપ્તશતી પાઠ બરાબર ફળની પ્રાપ્તિ થશે.
ADVERTISEMENT
ભગવાન શંકર કહે છે કે સિદ્ધ કુંજિકા પાઠ કરનારને દેવી કવચ, અર્ગલા, કીલક, રહસ્ય, સૂક્ત, ધ્યાન, ન્યાસ અને અહીં સુધી કે અર્ચન કરવાની પણ જરૂર નથી. ફક્ત કુંજિકાના પાઠ માત્રથી દુર્ગા પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.
ADVERTISEMENT
આ મંત્રનો કરવો પડશે જાપ
સામાન્ય રીતે સાધક સંક્ષિપ્ત મંત્ર "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे॥"નો જાપ કરે છે. પરંતુ સિદ્ધ કુંજિકા સ્ત્રોતમાં સંપૂર્ણ મંત્ર આપવામાં આવ્યો છે જે આ પ્રકારે છે. "ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौं हुं क्लीं जूं स: ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।।"
આ રીતે કરો પાઠ
સવારે 3.45 પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ઉત્તર દિશામાં જમીન પર બેસીને પવિત્ર થઈને પહેલા આચમન કરો. પછી કેટલા મંત્રનો પાઠ કરશો તેનો સંકલ્પ લો. પોતાની મનોકામનાઓ પણ મનમાં બોલો. ઓછામાં ઓછા 11 પાઠ સિદ્ધ કુંજિકાના કારણથી ઘરમાં ઉન્નતિ, ખુશાલી, મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વધુ વાંચો: આજે સોમવાર: અપનાવો આ 7 મહા ઉપાય, ભગવાન ભોળાનાથ કરશે પૈસાનો અઢળક વરસાદ
કોઈ પ્રકારની ઘરમાં નકારાત્મક ઉર્જા, રોગ, મુશ્કેલી નથી આવતી. વિધિ પૂર્વક સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવાથી ખૂબ જલ્દી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્ત વખતે આ પાઠ કરવો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT