ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Shraddha Kapoor wishes bodyguard a happy birthday with heartfelt Instagram post, fans adore her humility

VIRAL / શ્રદ્ઘા કપૂરે બોડીગાર્ડ સાથે ફોટો શૅર કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી, યૂઝર્સે કહ્યુ- વિન્રમ એક્ટ્રેસ

Published By: Juhi

Last Updated: 10:54 AM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની એક્ટ્રેસ શ્રદ્ઘા કપૂર હમણાં 'સાહો' અને 'છિછોરે' ની બેક ટૂ બેક સકસેસ ઉજવી રહી છે. એવામાં એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે જેના લીધે તે યૂઝર્સમાં ચર્ચાનો વિષય બની છે.

ADVERTISEMENT

વાસ્તવમાં શ્રદ્ઘા કપૂરે સોશ્યલ મીડિયા પર પોતાના બોડીગાર્ડનો ફોટો શૅર કર્યો છે અને તેણે ઇમોશનલ પોસ્ટ લખી છે.  શ્રદ્ઘાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર બોડીગાર્ડ અતુલ કામ્બલેની ફોટો શૅર કરીને જન્મદિવસની શુભકામના આપી છે.

શ્રદ્ઘાએ મરાઠીમાં કેપ્શન લખતા લખ્યુ છે કે, ''મારા જીવનના સૌથી મહત્ત્વના અને સૌથી સારા વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. મને હંમેશાં સલમાત રાખવા બદલ આભાર. અતુલ, મારું સદનસીબ કે તારા જેવી વ્યક્તિ મારા જીવનમાં છે. તારા જીવનમાં હંમેશાં સુખ-શાંતિ અને એ દરેક વસ્તુ મળે, જેની તને ઈચ્છા છે.''

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

माझ्या आयुष्यातील महत्वाच्या आणि अप्रतिम माणसाला वाढदिवसाच्या हार्दिक शुभेच्छा. मला नेहमी सुरक्षित ठेवल्याबद्दल धन्यवाद. अतुल, तुझ्या सारखा व्यक्ती माझ्या आयुष्यात असणं याला मी माझं भाग्य मानते. तुला सुख, शांती आणि तुला जे हवं ते सर्व काही लाभो! I ❤ you. Happy birthday!!!

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ઘાની આ પોસ્ટ પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ એક્ટ્રેસની વિન્રમતા અને સંસ્કારને લઇને વખાણ કરી રહ્યા છે. શ્રદ્ઘાના કૉ-એક્ટર વરૂણ ધવને પણ કમેન્ટ કરતા હાર્ટની ઇમોજી મૂકી છે.  શ્રદ્ધાની મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઈકે કમેન્ટ કરી હતી, ''બેસ્ટ વ્યક્તિ, હેપ્પી બર્થડે અતુલ. '' 

આ પહેલી એક્ટ્રેસ નથી જેણે પોતાના બોડીગાર્ડને લઇને આ વાત કરી હોય આ પહેલા આલિયા ભટ્ટે પણ  પોતાની યૂટ્યૂબ ચેનલમાં સવાલ-જવાબ રાઉન્ડમાં પોતાના બોડીગાર્ડ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે,  ''તેના જીવનની મહત્ત્વની વ્યક્તિમાં તેના બોડીગાર્ડનો પણ સમાવેશ થાય છે.''

શ્રદ્ધા કપૂર છેલ્લે ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની ‘છિછોરે’ જોવા મળી હતી.. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી હતી. આ પહેલાં શ્રદ્ધાની બાહુબલી ફેમ પ્રભાસ સાથેની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી હતી. શ્રદ્ધા હવે ‘બાગી 3’ તથા ‘સ્ટ્રીટ ડાન્સર’માં વરૂણ ધવનની સાથે જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Shraddha Kapoor Social Media viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ