બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / shocking statement of Nitin Patel on Love jihad issue
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પહેલા કોઇને કોઇ રાજકીય મુદ્દાના કારણે ગુજરાતનું રાજકારણ અવશ્ય ગરમાતું હોય છે. એવામાં તાજેતરમાં જ ચૂંટણી પહેલાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આપતા એકવાર ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
કોઇએ હિન્દુની છોકરી સાથે લગ્ન ન કરવા એવો ફતવો બહાર પાડો: નીતિન પટેલ
નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, 'આજે જેહાદી લોકો હિન્દુ બેન-દીકરીઓની છેડતી કરે, પછી સરકાર કડક થાય. તો કહે કે તમે અમને ફલાણા કોમને હેરાન કરો છો. પણ એ કોમવાળાને હું એમ કહું કે તમે કેમ જાતજાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે કોઇએ હિન્દુની છોકરી સાથે લગ્ન ન કરવા. આપણી છોકરીઓને લઇ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકાહ પઢાઇ દે છે. એ વખતે ગમે છે. કેમ ફતવો બહાર નથી પાડતા. પાડો મોટા-મોટા મૌલાનાઓ, મોટા-મોટા મુલ્લાઓ. પાડો ફતવો બહાર કે કોઇએ હિન્દુની દીકરી સાથે લગ્ન કરવા નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.