બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:56 PM, 22 March 2026
ક્રિકેટર શિખર ધવનની પત્ની સોફી શાઇન તેની બ્યુટી અને બોલ્ડ લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે. સોફી ખૂબ મોડર્ન અને સ્ટાઇલિશ છે જે તેમનાં ડ્રેસિંગ સેન્સ પરથી સાફ જોવા મળે છે. લોકો તેમના લુક અને સ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના નવા મોડર્ન લુકની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
શિખર ધવનની પત્ની સોફી શાઇન પોતાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે ફેશન લવર્સમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. ફરી એકવાર તેઓ ચર્ચામાં આવી છે અને આ વખતે તેમની ડિનર ડેટ લુકને કારણે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચાયું છે. હમણા સોફી શાઇન પોતાની મિત્ર નમ્રતા શર્મા સાથે ડિનર ડેટ પર ગઈ હતી જ્યાં તેનો ક્લાસી અને એલિગન્ટ અંદાજ જોવા મળ્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર પણ શેર કરી હતી. આ દરમિયાન તેમણે ફેમસ ફેશન બ્રાન્ડ ‘હાઉસ ઓફ સીબી’ની લગભગ 35 હજાર રૂપિયાની સફેદ ડ્રેસ પહેર્યો હતો.
ADVERTISEMENT
આ ડ્રેસ તેમની પર્સનાલિટીને સુંદર રીતે હાઇલાઇટ કરી રહ્યો હતો અને તેમને એક પરફેક્ટ પાર્ટી લુક આપતો હતો. આ ડ્રેસની કિંમત અંદાજે 35,362 રૂપિયા છે જેના કારણે તે એક પ્રીમિયમ પસંદગી ગણાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો મળ્યો નવો કેપ્ટન, આ ઓલરાઉન્ડર સંભાળશે કમાન
ADVERTISEMENT
સોફીના ડ્રેસ કરતાં પણ તેમના લક્ઝરી બેગની વધારે ચર્ચા થઈ રહી છે જેના ભાવ લાખોમાં છે. આ ખાસ ડિનર માટે સોફીએ ‘સર્પેન્ટી ફોરએવર ચેન પાઉચ’ બેગ કૅરી કર્યો હતો જે વિશ્વપ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ બુલગારીનો છે. આ બેગની કિંમત અંદાજે 2,00,564 રૂપિયા છે. ખાસ વાત એ છે કે એટલા પૈસામાં ભારતમાં નવી રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક સરળતાથી ખરીદી શકાય છે, તેથી સોશિયલ મીડિયા પર લોકો આ બેગના ભાવ સાંભળી ચોંકી ગયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.