ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો મળ્યો નવો કેપ્ટન, આ ઓલરાઉન્ડર સંભાળશે કમાન

સ્પોર્ટ્સ / ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો મળ્યો નવો કેપ્ટન, આ ઓલરાઉન્ડર સંભાળશે કમાન

Published By: Jinal Chauhan

Last Updated: 01:11 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ્સ નિસમને ન્યુઝીલેન્ડની T20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ તેઓ નિયમિત કેપ્ટન નથી. તેઓ પહેલી વાર T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમની કમાન સંભાળતા જોવા મળશે.

ADVERTISEMENT

ન્યુઝીલેન્ડની T20 ટીમને એક વધુ નવો કેપ્ટન મળ્યો છે, પરંતુ તેઓ નિયમિત કેપ્ટન નથી. સ્ટેન્ડ-ઇન કેપ્ટન તરીકે જેમ્સ નિસમના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સિરીઝના ચોથા મેચમાં ટીમની કમાન સંભાળશે. જેમ્સ નિસમ પહેલીવાર T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે જોવા મળશે અને આ અંગે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કરી છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર જણાવ્યું છે કે જેમ્સ નિસમ ચોથી T20 મેચમાં ટીમની કમાન સંભાળશે. બોર્ડે લખ્યું છે કે ઓલરાઉન્ડર જેમ્સ નિસમ આજે સાંજે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં પહેલીવાર BLACKCAPS (ન્યુઝીલેન્ડ ટીમ)ની કેપ્ટનશીપ કરશે. આ સાથે તેઓ T20 ઇન્ટરનેશનલમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરનાર 12મા ખેલાડી બની ગયા છે.

ન્યુઝીલેન્ડ માટે અત્યાર સુધી 11 ખેલાડીઓએ T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટનશીપ કરી છે. સૌથી પહેલા કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ હતા, જેમણે 2005 થી 2006 દરમિયાન 5 મેચમાં ટીમને લીડ કરી હતી. ત્યારબાદ ડેનિયલ વિટોરી 28 મેચમાં કેપ્ટન રહ્યા. એટલાજ 28 મેચમાં બ્રેન્ડન મેકકલમએ પણ ટીમની કમાન સંભાળી હતી. 13 મેચમાં રોસ ટેલર કેપ્ટન રહ્યા, જ્યારે કેન વિલિયમસને સૌથી વધુ 75 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃIPL પહેલા હાર્દિક પંડ્યાનો જલવો, 12 કરોડની ફેરારીમાં શર્ટલેસ અંદાજમાં એન્ટ્રી

કાઇલ મિલ્સે 2 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જ્યારે ટિમ સાઉદી 29 મેચમાં કેપ્ટન રહ્યા છે. મિચેલ સેન્ટનરે 56 મેચમાં ટીમની કમાન સંભાળી છે. ટોમ લેથમે 13 મેચમાં અને માઈકલ બ્રેસવેલે પણ 13 મેચમાં કેપ્ટનશીપ કરી છે. આ વર્ષે ડેરિલ મિચેલે 1 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને હવે નવા કેપ્ટન તરીકે જેમ્સ નિસમ હશે, જે પહેલીવાર કોઈપણ ફોર્મેટમાં ટીમની કમાન સંભાળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20I James Neesham New Zealand Captain

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ