બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL પહેલા હાર્દિક પંડ્યાનો જલવો, 12 કરોડની ફેરારીમાં શર્ટલેસ અંદાજમાં એન્ટ્રી

ક્રિકેટ / IPL પહેલા હાર્દિક પંડ્યાનો જલવો, 12 કરોડની ફેરારીમાં શર્ટલેસ અંદાજમાં એન્ટ્રી

Pravin Joshi

Last Updated: 03:47 AM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 પૂર્વે હાર્દિક પંડ્યા પોતાની નવી લક્ઝરી કાર ફેરારી 12 સિલિન્ડ્રીને કારણે ચર્ચામાં છે. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ કેમ્પમાં હાર્દિકે શર્ટલેસ થઈને આ સુપરકાર ચલાવી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભારતીય ક્રિકેટના સૌથી સ્ટાઈલિશ ખેલાડીઓમાં જેની ગણના થાય છે તેવા હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ કેમ્પમાં હાર્દિકની એન્ટ્રી કોઈ બોલિવૂડ મૂવીના સીન જેવી રહી હતી. તે પોતાની નવીનતમ સુપરકાર ફેરારી 12 સિલિન્ડ્રી ચલાવીને મેદાન પર પહોંચ્યા હતા. આ દરમિયાન હાર્દિકનો અત્યંત કેઝ્યુઅલ અને શર્ટલેસ લુક જોવા મળ્યો હતો, જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ કારની ખાસિયત એ છે કે તે ઈટાલીની મશહૂર કંપની ફેરારીની સૌથી લેટેસ્ટ મોડલ છે, જેની કિંમત ભારતમાં અંદાજે 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સુપરકારમાં પાવરફુલ V12 એન્જિન છે જે 800 હોર્સપાવરથી વધુ તાકાત જનરેટ કરે છે અને 340 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

મહત્વનું છે કે હાર્દિક પંડ્યા તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે પણ આ લક્ઝરી કારમાં જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા માટે 2026નું વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2026માં હાર્દિકે બેટ અને બોલ બંનેથી કમાલ કરી હતી. તેણે ટૂર્નામેન્ટમાં 217 રન બનાવ્યા હતા અને 9 મહત્વની વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીતમાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ ક્લાસ પરફોર્મન્સ બાદ હાર્દિકનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે અને તેનો પુરાવો તેના આ લેટેસ્ટ સ્વેગમાં જોવા મળી રહ્યો છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે વર્લ્ડ કપ જેવું જ ઝંઝાવતી પ્રદર્શન આઈપીએલ 2026માં પણ જોવા મળશે.

જોકે, આઈપીએલ 2025 માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિકનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું, જેમાં તેણે 15 મેચમાં 224 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ રહ્યો હતો. ગત સીઝનમાં તેની કેપ્ટન્સી પર કેટલાક સવાલો ઉઠ્યા હતા, પરંતુ ટીમ મેનેજમેન્ટ અને કોચને હાર્દિકની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન હાર્દિક અત્યંત ગંભીર દેખાઈ રહ્યા છે અને નેટ્સમાં કલાકો સુધી પરસેવો પાડી રહ્યા છે. હાર્દિકની આ નવી ફેરારી અને તેનો બિન્દાસ અંદાજ એ વાતનો સંકેત છે કે તે મેદાન પરના દબાણને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના નેગેટિવિટીથી દૂર રહીને ગેમ પર ફોકસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતીય ફ્લેગ સાથેના 2 ગેસ ટેન્કર હોર્મુજ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીમાં, જાણો વર્તમાન સ્થિતિ

મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ફરી એકવાર ટ્રોફી ઉપાડવા માટે આતુર છે. હાર્દિકની આ એન્ટ્રીએ માત્ર ફેન્સને જ નહીં પણ વિરોધી ટીમોને પણ મેસેજ આપી દીધો છે કે 'કુન્ગ ફૂ પંડ્યા' ફુલ ફોર્મમાં પાછો ફર્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને 'કેપ્ટનનો અલગ જ લેવલનો સ્વેગ' કહી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 12 કરોડની ફેરારીમાં એન્ટ્રી કરનાર હાર્દિક આઈપીએલના મેદાન પર કેટલો મોટો ધમાકો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MumbaiIndians IPL2026 HardikPandya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ