બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Shehnaaz Gill Talks First time About Love After Sidharth Shukla Death says Jab Hum Kisiko Pyaar Karte Hai na
Noor
Last Updated: 12:07 PM, 14 October 2021
બિગ બોસ ફેમ, પંજાબી એક્ટ્રેસ અને સિંગર શેહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ. જ્યારે હાલમાં જ તે પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરતા દેખાઈ.
ADVERTISEMENT
હૌસલા રખની રિલીઝ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, 15 ઓક્ટોબરે તેની ફિલ્મ હૌસલા રખ રિલીઝ થવાની છે. જેથી પોતાના કામને લઈને કમિટમેન્ટને કારણે તે ફરી એકવાર એક્ટિવ થઈ છે. હાલમાં જ સિદ્ધાર્થના નિધન બાદ તેણે પોતાનો પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો. આ દરમિયાન તેણે પ્રેમ અને લગાવની વાતો કરી.
શહનાઝ ગિલ, દિલજીત દોસાંઝ અને સોનમ બાજવાની ફિલ્મ 'હૌસલા રાખ' શુક્રવારે (15 ઓક્ટોબર) રિલીઝ થઈ રહી છે. ત્રણેય આજકાલ તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શહેનાઝ તેના બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદથી લાઈટ અને કેમેરાથી દૂર હતી, પરંતુ અભિનેતાના મૃત્યુના એક મહિના બાદ તે હાલમાં જ તેની ફિલ્મના પ્રમોશનમાં જોવા મળી હતી, પરંતુ આ દરમિયાન તેના ચહેરા પર ઉદાસી હતી.
હું માતાવાળો પ્રેમ અનુભવી શકું છું
બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં શેહનાઝે કહ્યું કે, 'જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેની સાથે જે અટેચમેન્ટ થાય છે, એ અટેચમેન્ટ પ્રમાણે મેં રેશિયો કાઢ્યો. શેહનાઝ મુજબ, માનો પ્રેમ માને જ ખબર હોય છે અને હું માવાળો પ્રેમ ફીલ કરી શકું છું કારણ કે મારી મા મને ખૂબ જ પ્રેમ કરે છે.
આ ફિલ્મમાં શહનાઝ એક બાળકની માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. પોતાના પાત્ર વિશે તેણે કહ્યું કે ફિલ્મમાં તેણે 40 ટકા એ જ દેખાડ્યું જે તે વાસ્તવિક જીવનમાં છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ પ્રથમ વખત શહનાઝે કંઈક કહ્યું છે, જે હવે ચર્ચામાં છે.
સિડનાઝના ફેન્સ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે
સિડનાઝના ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને શહનાઝ બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. શો દરમિયાન શહેનાઝે સિદ્ધાર્થ માટે ઘણી વખત પ્રેમ વ્યક્ત કર્યો હતો. શો પૂરો થયા બાદ પણ બંનેની જોડી એક સાથે જોવા મળી હતી, જે ચાહકોને ખૂબ પસંદ પડી હતી. બંને છેલ્લે બિગ બોસ ઓટીટી અને ડાન્સ દીવાને 3માં સાથે જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.