બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shaitaan teaser released Ajay Devgan and Jyotika caught in black magic game Hindi remake of Gujarati film

Shaitaan Teaser: / કાળા જાદુની રમતમાં ફસાયા અજય દેવગણ અને જ્યોતિકા, ગુજરાતી ફિલ્મની હિંદી રિમેક 'શૈતાન'નું ટીઝર રિલીઝ

Published By: Megha

Last Updated: 01:07 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023માં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રિમેક અને સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'શૈતાન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અજય, માધવન અને જ્યોતિકાની આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે.

  • સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'શૈતાન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 
  • અજય, માધવન અને જ્યોતિકાની ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે. 
  • ફિલ્મ 'શૈતાન' ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક છે. 

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અને આર માધવનની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ 'શૈતાન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરની શરૂઆત આર માધવનના ડરામણા અવાજથી થાય છે, જેને સાંભળીને તમે પણ ફિલ્મ જોવા આતુર થઈ જશો. ટીઝર જોઇને ચાહકોનું કહેવું છે કે આ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે.

શૈતાનનું ઓફિશિયલ ટીઝર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું, તે તમને પૂછશે... આ એક રમત છે, શું તમે રમશો? પરંતુ તેણી વાતોમાં ન આવતા. #ShaitaanTeaser રીલીઝ, ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ આ વર્ષે 8 માર્ચે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા અજય દેવગણ પોતે છે અને તેના નિર્દેશક વિકાસ બહલ છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું - ન તો કોઈ તલવાર કે ન કોઈ બંદૂક.. આ વખતે "દેવગન" શૈતાનનો નાશ કરવા માટે પૂરતો છે. એકે કહ્યું- ભાઈ, આ ગુજરાતી ફિલ્મ વશની રિમેક છે. એકે લખ્યું- સુપરસ્ટાર અજય દેવગનનું શૈતાન ટીઝર અદ્ભુત છે. એકે લખ્યું – શૈતાનની દુષ્ટ શરૂઆત. એકે લખ્યું- ફિલ્મ બ્લોકબસ્ટર છે.  

'કૈથી' અને 'દ્રશ્યમ'ની રિમેક બાદ અજય દેવગણ ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેકમાં નજર આવશે. ફિલ્મ 'વશ' એક સાયકોથ્રિલર કેટેગરીની છે જે હવે હિન્દીમાં રિલીઝ થશે. આ આગામી ફિલ્મમાં આર માધવન પણ પહેલીવાર અજય દેવગણ સાથે જોવા મળશે. ફિલ્મ જોવા માટે દરેક ગુજરાતીઓ પણ ખૂબ ઉત્સુક છે. 

વધુ વાંચો: VIDEO: મોઢે મફલર બાંધી, ભક્તોની વચ્ચે ધક્કા ખાતો રામલલાના દર્શન કરવા પહોંચ્યો સ્ટાર એક્ટર, જુઓ વીડિયો

ગુજરાતી ફિલ્મ ‘વશ’માં હિતેન કુમાર, હિતૂ કનોડિયા, જાનકી બોડીવાલા, નિલમ પંચાલ અને આર્યન સંઘવી જોવા મળ્યા હતા. હવે તેણી હિન્દી રિમેક ફિલ્મમાં બોલીવુડ એક્ટર અજય દેવગણ, આર.માધવન અને સાઉથ ઇન્ડસ્ટ્રીની હિરોઈન જ્યોતિકા જોવા મળશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Shaitaan Film Shaitaan Teaser Shaitaan teaser released અજય દેવગણ જ્યોતિકા ફિલ્મ શૈતાન Shaitaan Teaser

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ