ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / shahid kapoor bollywood camp says i hate bullied if someone do than he will get reply from me
Last Updated: 09:02 AM, 28 February 2024
ADVERTISEMENT
શાહિદ કપૂર બોલિવુડના એવા એક્ટર છે કે કારણ વગર કોઈ મુદ્દે કમેન્ટ કરતા નથી. બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ઈનસાઈડર અને આઉટસાઈડર બાબતે નિવેદન આપ્યું છે. શાહિદ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેમ્પ કલ્ચર વિરુદ્ધ નિવેદન આપ્યું છે કે, ‘જે લોકો બહારથી આવે છે તેમને કામ કરવા દો તેમને નીચા દેખાડવાની કોશિશ ના કરો.’
ADVERTISEMENT
શાહિદ કપૂર કોઈપણ કેમ્પ સાથે જોડાયા નથી
શાહિદ કપૂરે નેહા ધૂપિયાના શૉ ‘નો ફિલ્ટર’માં જણાવ્યું છે કે, ‘હું ક્યારેય પણ કોઈ કેમ્પનો હિસ્સો રહ્યો નથી. કદાચ મારામાં કેમ્પ સાથે જોડાવાની ક્વોલિટી નથી. હું પહેલા દિલ્હીમાં રહેતો હતો. જ્યારે મુંબઈમાં આવ્યો ત્યારે મને મારા ક્લાસમાં એક્સેપ્ટ કરવામાં આવ્યો ન હતો. હું આઉટસાઈડર હતો અને મારી બોલવાની રીત પણ અલગ હતી. મને ખૂબ જ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવ્યો હતો. અમે ભાડે રહેતા હતા એટલા માટે દર 11 મહિને ઘર શિફ્ટ કરતા હતા.’
Do watch! @shahidkapoor on #nofilterneha season 6 https://t.co/v02whwtfn6
— Neha Dhupia (@NehaDhupia) February 23, 2024
ADVERTISEMENT
ઈન્ડસ્ટ્રી પર સાધ્યું નિશાન
શાહિદ કપૂરે જણાવ્યું કે, ‘હું શ્યામક દાવરને મળ્યો અને ત્યાં મને એક્સેપ્ટ કરવામાં આવ્યો. જ્યાં મારા ગૃપના મેમ્બર હતા. ત્યારપછી હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો અને ત્યાં મને લાગ્યું કે, આ પણ મારી સ્કૂલ જેવું જ છે. બહારના લોકો સરળતાથી એક્સેપ્ટ કરતા નથી. તેમને ખૂબ જ પ્રોબ્લેમ હોય છે કે, આ લોકો ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા. તમારે ઘણા વર્ષો સુધી આ પરિસ્થિતિ સાથે ડીલ કરવાની રહે છે.’
ADVERTISEMENT
શાહિદ કપૂરે છેલ્લે જણાવ્યું હતું કે, ‘જે લોકો ક્રિએટીવ છે અને કંઈક સારું કામ કરવા માંગે છે તો તેમને તે કામ કરવા દો. આઉટસાઈડર હોય તો નીચા દેખાડવાની કોશિશ ના કરો. આ ઈન્ડસ્ટ્રીમાં આવું જ થાય છે. મારી સાથે પણ આવું થયું છે, પણ જ્યારે પણ તમે મને પરેશાન કરશો તો તેનો જવાબ તમને જરૂરથી મળશે.’
વધુ વાંચો: નેહા કક્કરના તલાક-પ્રેગનેટવાળી વાતમાં કેટલો દમ? જાહેર કર્યું દર્દ, જાણીને લાગશે દુખ
ADVERTISEMENT
શાહીદ કપૂર છેલ્લે ફિલ્મ ‘તેરી બાતો મેં એસા ઉલજા જિયા’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને શાહિદ કપૂર લીડ રોલમાં છે. દર્શકો અને ક્રિટિક્સે આ ફિલ્મને કંઈ ખાસ રિસ્પોન્સ આપ્યો નથી. શાહિદ કપૂર હવે એક્શન અને થ્રિલર ફિલ્મ ‘દેવા’માં જોવા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ