બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Shabana Aazmi supports Shahrukh Khan while srk is trolled by islamic extremists
આખા દેશમાં સમયે લોકો દિવાળીના રંગોમાં રંગાયેલા છે. ફિલ્મી સિતારાઓ પણ તેમાંથી બાકાત નથી. હાલમાં બૉલીવુડના કિંગ શાહરુખ ખાને પણ પોતાના અંદાજમાં પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી.
ADVERTISEMENT
શાહરૂખે પોતાના ટ્વીટર ઉપર એક ફોટો શેર કર્યો જેમાં તેના પોતાના, તેના દીકરા અબ્રાહમના અને તેની પત્ની ગૌરી ખાનના એમ ત્રણેયના કપાળ ઉપર તિલક કરેલો હતો. આ ફોટોના કૅપ્શનમાં શાહરુખે લખ્યું હતું કે બધાને હેપ્પી દિવાળી, આપની જિંદગી રોશનીની પ્રજ્વલિત રહે.
ADVERTISEMENT
#HappyDiwali to everyone. May your lives be lit up and happy. pic.twitter.com/3ppOAvhTmd
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2019
ADVERTISEMENT
આ ફોટો ટ્રોલ થયો
ADVERTISEMENT
જેવો શાહરૂખે આ ફોટો મુક્યો એમ તરત જ ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનો શરુ કરી દીધો.

ADVERTISEMENT
આ પોસ્ટના સપોર્ટમાં દિગ્ગ્જ અભિનેત્રી શબાના આઝમી મેદાને આવ્યા હતા. તેમણે શાહરુખની તરફેણ કરતા ટ્વીટર પર જણાવ્યું હતું કે મને આશ્ચર્ય થઇ રહ્યું છે કે શાહરુખની દિવાળીની શુભેચ્છાઓ પર કટ્ટરપંથીઓ પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા છે. તિલક લગાવવા બદલ શાહરુખને નકલી મુસલમાન કહેવામાં આવી રહ્યો છે. ઇસ્લામ એટલો બધો કમજોર નથી કે એને ભારતની આ સુંદર પરંપરાથી ખતરો પેદા થાય! અલબત્ત ભારતની વિશેષતા જ આ ગંગા જમુનાની તહેઝિબ એટલે કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું સુખદ સંમિશ્રણ છે.
ADVERTISEMENT
Appalled to read that @iamsrk Diwali greeting invites wrath of rabid Islamists, gets called a “False Muslim” for sporting a tilak!”FUNDOS get a life! Islam is not so weak that it stands threatened by what is a beautiful Indian custom.Indias beauty is in her GangaJamuni tehzeeb
— Azmi Shabana (@AzmiShabana) October 28, 2019
શબાના આઝમી એ આ કટ્ટરપંથીને જે રીતે જવાબ આપ્યો એ રીતે કટ્ટરપંથીઓને ચૂપ કરાવી દીધા હતા. તેમનો આ ટ્વીટ ખુબ વાઇરલ થયો છે. જો કે શાહરુખ ખાને આ મુદ્દે કોઈ રિએક્શન આપ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.