ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / sex racket under the guise of spa busted in Surat 7 clients arrested spa manager absconding

પર્દાફાશ / સ્પાનું પાટિયું, અંદર દેહવિક્રયનો ખેલ! સુરતમાં થાઈલેન્ડની 7 યુવતીઓ સાથે ગ્રાહકો ઝડપાયા

Published By: Vishal Dave

Last Updated: 07:41 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.. અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રેયના ધંધાનો પર્દાફાશ કરાયો હતો.

ADVERTISEMENT

આજકાલ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.. આવા જ સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં પર્દાફાશ થયો છે. સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.. અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રેયના ધંધાનો પર્દાફાશ કરાયો હતો. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અને દરોડા દરમ્યાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. 

7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી 

DCP ઝોન-4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી.. જે દરમ્યાન 7 ગ્રાહકોની ધરપકડ કરાઇ હતી.. અને 7 જેટલી થાઇ લેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવવામાં હતી. દરમ્યાન સ્પા સંચાલક ચંચલ રાજપૂત  ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.. પોલીસે સ્પા સંચાલક સહિત 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. 

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ  દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર પોલીસના ચાર હાથ?, બલ્ગેરિયન યુવતીના વકીલના મોટા ઘટસ્ફોટ
 

થાઇલેન્ડની યુવતીઓની તપાસ ચાલુ 

જે થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી હતી.. તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Raid SPA abscond arrest manager sex racket surat દેહવિક્રય ધરપકડ સુરત સ્પા sex racket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ