બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / sex racket busted in mumbai hotel actresses involved in prostitution

પોલીસ / દેહવ્યાપારમાં બે અભિનેત્રીઓની ધરપકડ, જાણો કેટલા રૂપિયા કરતી હતી ચાર્જ

Published By: Mehul

Last Updated: 11:12 PM, 21 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાનગરી મુંબઇમાં પોલીસે એક હોટલમાં દરોડા પાડી સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. ચોંકાવનારી વાત છે કે આ સેક્સ રેકેટમાં ફિલ્મમાં કામ કરતી કેટલીક અભિનેત્રીઓ પણ સામેલ છે. સેક્સ રેકેટ અને દેહવ્યાપારના ધંધામાં પોલીસે જે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે તેમાથી બે તુર્કમેનિસ્તાનની રહેનારી છે અને મુંબઇમાં રહીને ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી.

  • માયાનગરી મુંબઇમાં હોટલમાં દરોડા પાડી સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો 
  • સેક્સ રેકેટમાં ફિલ્મમાં કામ કરતી કેટલીક અભિનેત્રીઓ પણ સામેલ
  • એક રાત્રી માટે એક લાખ રુપિયા સુધી આપવામાં આવતા હતા

નોંધનીય છે કે, મુંબઇ પોલીસને સમાચાર મળ્યા હતા કે શહેરના ઇમ્પિરિયલ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. જેમા વિદેશી યુવતીઓ સામેલ છે. પોલીસે જ્યારે હોટલમાં દરોડા પાડ્યા તો ત્યાંથી ત્રણ યુવતીઓની ધરપકડ કરવામાં આવી, જેમા બે વિદેશી અને એક મુંબઇની મહિલા સામેલ હતી. પોલીસે તેના બે એજન્ટની પણ ધરપકડ કરી છે. 

આ બંને યુવતીઓ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પૂણેની એક કોલેજથી એમબીએ પણ કરી રહી હતી. પોલીસે તેમના સાથે જ તેમના એજન્ટ જાવેદ અને નાવેદની પણ ધરપકડ કરવામાં આવી જે તેમના માટે ગ્રાહક લાવવાનું કામ કરતા હતા.

પોલીસે પકડવામાં આવેલી વિદેશી મહિલાઓના નિવેદનોના આધારે જણાવ્યું કે ફિલ્મોમાં કામ અપાવવા અને એક રાત્રીમાં લાખો રુપિયા કમાવાની લાલચમાં તેમની પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. પોલીસના મુજબ, ગ્રાહકોને ખુશ કરવા પર તેમને એક રાત્રી માટે એક લાખ રુપિયા સુધી આપવામાં આવતા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai National News Prostitution sex racket ગુજરાતી ન્યૂઝ મુંબઇ Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ