બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કચ્છ કોંગ્રેસમાં ભડકો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર કર્યા આક્ષેપ

કચ્છ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કચ્છ કોંગ્રેસમાં ભડકો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર કર્યા આક્ષેપ

Bharatsinh Chauhan

Last Updated: 09:58 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણી બાબતે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકર દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક મતભેદો સપાટી પર આવી રહ્યા છે. ખાસ કરીને ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ટિકિટ વહેંચણી બાબતે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ મુસ્તાક સોઢાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે તીવ્ર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે જિલ્લા પ્રમુખ પક્ષની વિચારધારાથી વિપરીત જઈને કામ કરી રહ્યા છે અને તેઓ ભાજપની “બી ટીમ” તરીકે કાર્ય કરી રહ્યા હોવાના સંકેતો આપે છે.

મુસ્તાક સોઢાના જણાવ્યા મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોને સંપૂર્ણ રીતે અવગણવામાં આવ્યા છે. “યુવા કાર્યકરો વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે, છતાં એક પણ ટિકિટ યુથ કોંગ્રેસમાંથી આપવામાં આવી નથી,” એમ તેમણે આક્ષેપ કર્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે ટિકિટ વહેંચણીમાં પારદર્શિતાનો અભાવ છે અને પસંદગીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની અવાજને અવગણવામાં આવ્યો છે. આ મુદ્દે તેઓએ પક્ષના ઉચ્ચ નેતૃત્વને પણ અવગત કરાવવાનો સંકેત આપ્યો છે.

આ પણ વાંચોઃ મુન્દ્રા પોર્ટે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો

આક્ષેપોના કારણે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વધવાની શક્યતા છે. જે ચૂંટણી પરિણામો પર પણ અસર કરી શકે છે. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી આ આક્ષેપોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર મામલો હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં પક્ષની અંદરની રાજનીતિ વધુ ગરમાવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kutch News Kutch District Congress President
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ