ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુન્દ્રા પોર્ટે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો

કચ્છ / મુન્દ્રા પોર્ટે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તરીકે રેકોર્ડ બનાવ્યો

Published By: Bharatsinh Chauhan

Last Updated: 09:33 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત વિવિધ સેવાઓમાં સતત નવા રેકોર્ડ્સ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં અદાણી પોર્ટ્સના મુન્દ્રા રો-રો ટર્મિનલે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ADVERTISEMENT

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત વિવિધ સેવાઓમાં સતત નવા રેકોર્ડ્સ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં અદાણી પોર્ટ્સના મુન્દ્રા રો-રો ટર્મિનલે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પોર્ટે MV NOCC ADRIATIC જહાજ પર એક જ શિપમેન્ટમાં 6,008 કારની નિકાસ કરીને ભારતમાં સૌથી વધુ કાર નિકાસનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

ગત નાણાકીય વર્ષ દરમિયાન મુન્દ્રા રો-રો ટર્મિનલે કુલ 2,29,000+ કારની નિકાસ કરીને દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા દ્વારા RORO સુવિધાના માધ્યમથી વાહનોની નિકાસ વિશ્વના 100થી વધુ દેશોમાં કરવામાં આવે છે.

મુન્દ્રા રો-રો ટર્મિનલના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ઓપરેશન ટીમના કારણે જહાજની અંદર વાહનોના વિશિષ્ટ પાર્કિંગ અને સમયસર પરિવહનની કાર્યક્ષમતા અસાધારણ છે. પોર્ટની ટીમની સખત મહેનત અને સમર્પણને કારણે જ આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ હાંસલ થઈ છે.

2009માં સ્થાપિત મુન્દ્રા રો-રો ટર્મિનલ આજે દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી અનેક ઓટોમોબાઈલ કંપનીઓ માટે મુખ્ય ગેટવે પોર્ટ તરીકે કાર્યરત છે. આ ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક સેવા આપે છે અને વિશ્વભરના વિવિધ દેશોમાં કાર, બસ તેમજ ટ્રકની નિકાસનું સંચાલન કરે છે.

આ ટર્મિનલ અનન્ય અલ્ટ્રા-મોર્ડન ફ્લોટિંગ પોન્ટૂન અને લિંક સ્પાનથી સુસજ્જ છે. આ વિશેષ વ્યવસ્થાને કારણે ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક (૨૪ કલાક) કાર્યરત રહી શકે છે અને સમુદ્ર ની ભરતી – ઓટ ની અસર વિના વાહનોનું લોડિંગ-અનલોડિંગ થઈ શકે છે. ટર્મિનલમાં બફર યાર્ડ, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ વાહનો ધોવા માટેની આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે.

મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે મુન્દ્રા બંદર ભારતના મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. તે દેશના ઉત્તરીય રાજ્યો અને અંતરિયાળ વિસ્તારોને આયાત-નિકાસની સુવિધાઓ પૂરી પાડે છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા આ બંદરમાં ગેસ, લિક્વિડ, કન્ટેનર, ડ્રાય કાર્ગો, સ્ટીલ કાર્ગો તેમજ કોલસાના આયાત-નિકાસની વ્યવસ્થા છે. મુન્દ્રા ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે જે ઝડપી કાર્ગો હેન્ડલિંગ અને ન્યૂનતમ ટર્નઅરાઉન્ડ સમય સાથે વિશ્વસ્તરીય સેવાઓ પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ મતદાન વગર મહેસાણાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 22 બેઠક બિનહરીફ મેળવી

ગ્રાહકલક્ષી અભિગમ અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સતત સુધારા સાથે અદાણી પોર્ટ્સે અનેક નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. APSEZની આ ઉપલબ્ધિઓ તેની ઝડપી ફેરફારોને અનુકૂળ થવાની ક્ષમતા અને ટકાઉ વૃદ્ધિ તરફની અડીગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mundra Port Automobile Export Adani Ports and Special Economic Zone

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ