બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / scooters with highest warranty period

ઓટો / ટુ-વ્હીલર લેવાનું હોય તો આમાંથી એક લેજો, મળે છે 6 વર્ષ સુધીની વૉરંટી

Published By: Mehul

Last Updated: 09:08 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સ્કૂટર્સની લોકપ્રિયતા વધતી જ જઇ રહી છે. ટોપ સેલિંગ વ્હીકલ્સમાં હીરોની સ્પ્લેન્ડર અને હોન્ડાની એક્ટિવા વચ્ચે ટક્કર રહે છે. તેનું એક કારણ છે કે સ્કૂટરને મોટરસાઇકલની તુલનામાં ચલાવવી સરળ છે. સ્કૂટર્સની વાત કરીએ તો, મોટાભાગના સ્કૂટર્સને ડ્રાઇવ કરવાનો અનુભવ એક જેવો રહે છે. એવામાં ગ્રાહક મોટાભાગે એ સ્કૂટર્સને ખરીદવાનું પસંદ કરે છે કે જેની સાથે વધારે વોરન્ટી મળે છે.

  • ભારતમાં સ્કૂટર્સની વધી રહી છે લોકપ્રિયતા
  • ગ્રાહક વધારે વોરન્ટી વાળા સ્કૂટર્સને ખરીદવાનો ક્રેઝ
  • સ્કૂટરને બાઇકની તુલનામાં ચલાવવી સરળ 

અમે અહીં આપ એ સ્કૂટર્સ વિશે જાણી શકો છો, જેના પર આપને વધારે વોરન્ટી મળે છે.

હોન્ડા એક્ટિવા 123 BS-VI

હોન્ડાના આ સ્કૂટરની સાથે 6 વર્ષની વોરન્ટી મળે છે. તેમા ત્રણ વર્ષ સ્ટાન્ડર્ડ વોરન્ટી તરિકે મળે છે, જ્યારે બાકી 3 વર્ષ સ્ટાન્ડર્ડ કમિટમેન્ટ તરીકે મળે છે. જોકે, બાકીના ત્રણ વર્ષ માટે તમારે 800 રૂપિયા આપવાના રહે છે. વર્તમાન સમયમાં હોન્ડાના Activa, Activa i, Cliq, Grazia, Aviator, Dio અને Activa 125 BS-IV અને BS-VI સ્કૂટર ઉપલબ્ધ છે. 

ટીવીએસ સ્કૂટર્સ

TVS પોતાના તમામ સ્કૂટર્સ પર 50,000 KM માટે 5 વર્ષની વોરન્ટી આપે છે. હવે કંપનીની મોટરસાઇકલ પર પણ આ સ્કિમ ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્કીમ બે વર્ષ પહેલા શરૂ કરી હતી. વાત કરીએ કંપનીની વર્તમાન સ્કૂટર રેન્જની તો, આ રેન્જમાં Scooty Pep+, Scooty Zest, Jupiter, Wego અને Ntorq 125 જેવા સ્કૂટર્સ ઉપલબ્ધ છે.

હીરો સ્કૂટર્સ 

હીરોના તમામ સ્કૂટર્સ હવે 5 વર્ષની વોરન્ટીની સાથે આવે છે. કંપની 50,000 KM સુધી 5 વર્ષની વોરન્ટી આપે છે. હીરોના Pleasure, Pleasure+, Maestro Edge 110, Maestro Edge 125, Duet અને Destini 125 જેવા સ્કૂટર્સ બજારમાં ઉપલબ્ધ છે. આ સ્કૂટર્સની સાથે તમે સેકેન્ડ ઓનરને પણ વોરન્ટી ટ્રાન્સફર કરી શકો છો. 

વેસ્પા અને એપરીલિયા સ્કૂટર

વેસ્પા અને એપરીલિયાના સ્કૂટર્સ પર પણ હવે 5 વર્ષની વોરન્ટી મળશે. કંપનીએ વોરન્ટી માટે 60,000 KM નક્કી કર્યા છે. બંનેમાં જે પહેલા પડશે વોરન્ટી તેના પર નિર્ભર રહેશે. આ વોરન્ટીને સેકન્ડ ઓનરને ટ્રાન્સફર પણ કરવામાં આવી શકે છે. ભારતમં વેસ્પાના Notte, Urban Cub, 125 અને 150 CC VXL સ્કૂટર્સ ઉપલબ્ધ છે.

સુઝુકી સ્કૂટર્સ 

સુઝુકીના સ્કુટર્સ પર બે વર્ષની સ્ટાન્ડર્ડ વોરન્ટી મળે છે. તેના બાદ હવે કેટલાક પૈસા આપી એક્સટેન્ડેડ વોરન્ટી વધારી શકાય છે. સુઝુકી પોતાની બે વર્ષની વોરન્ટી માટે 24,000 KMની કેપ સુનિશ્ચિત કરી છે. જોકે, સુઝુકી સ્કૂટર્સની વોરન્ટી તમે ટ્રાન્સફર કરી શકો છો અથવા નહીં તેના પર તસવીર સ્પષ્ટ નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Auto Update Honda Activa BS VI Scooters Suzuki Access Warranty ગુજરાતી ન્યૂઝ Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ