બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / Scientists research on the two potential drugs against covid 19

આશાસ્પદ / કોરોનાના આંતકથી બચાવવા હવે આ બે દવાઓ ઉપર વિશ્વની નજર; જાણો વિગતો

Shalin

Last Updated: 04:34 PM, 6 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો આતંક સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે વિકરાળ બની રહ્યો છે.રોગ સામે કોઈ ચોક્કસ દવા ન હોવાથી વધતા મૃતાંક સામે દુનિયા લાચાર બની છે.  જો કે દુનિયાના સમર્થ વૈજ્ઞાનિકો અને ડોકટરોની ટુકડીઓએ આ મહામારી સામેનું ઔષધ શોધવા માટેના સંશોધનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. આ માટે અત્યારે વિશ્વ 2 દવાઓ ઉપર આશાભરી નજરે જોઈ રહ્યું છે. આ બે દવાઓ છે મેલેરિયાની દવા હાઈડ્રોકસી ક્લોરોક્વિન અને એન્ટી પેરાસિટિક ડ્રગ આઇવરમેકટીન. તો ચાલો જાણીએ આ બંને દવાઓ વિષે.

કોરોના વાયરસ દ્વારા ચાલી રહેલી આ મહામારી કોવિડ-19થી અત્યાર સુધી વિશ્વમાં 12 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે જયારે 69 હજારથી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં અને વિકસિત દેશોથી ભરેલા યુરોપમાં વાયરસે હાહાકાર મચાવી દીધો છે.

Source : ANI

નોંધનીય છે કે આ શ્વસન તંત્રને અસર પહોંચાડતો રોગ છે જેમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ફેઈલ થતા વેન્ટિલેટરનો સહારો આપવો પડે છે. અતિશય ચેપી એવા આ રોગના લક્ષણો ઘણા દર્દીઓને બિલકુલ અસર કરતા નથી અર્થાત તેઓ asymptomatic રહે છે અને ઘણા દર્દીઓ ઉપર આ રોગની ગંભીર અસરો થાય છે. આ રોગની દવા બે પ્રકારની હોઈ શકે.

1. એવી દવા કે જે આ વાયરસ શરીરમાં દાખલ થતા શરીરમાં થતા લક્ષણોને નિયંત્રણમાં રાખી શકે. નોંધનીય છે કે આ દવા શરીરમાં દાખલ થઇ ચૂકેલા કોરોના વાયરસ ઉપર કોઈ અસર કરતી નથી બલ્કે આ વાયરસથી થટી અસરોને ઘટાડે છે. આ દવાને prophylaxis દવા કહે છે. 

2. એવી દવા કે જે શરીરની અંદર વાયરસનો નાશ કરી શકે. આ રોગના વાયરસ શરીરના કોષોની અંદર રહીને તેમની ઉપર હુમલો કરે છે. આ દવા શરીરની અંદર કોરોના વાયરસનો નાશ કરવા વપરાય છે જેથી શરીર રોગમુક્ત થઇ શકે. આવી દવાઓને એન્ટી વાયરલ દવા ગણી શકાય.

 હાઈડ્રોકસી ક્લોરોક્વિન

દુનિયાભરમાં મેલેરિયા ની દવા હાઈડ્રોકસી ક્લોરોક્વિનથી કોવિડ 19ના લક્ષણો ઉપર કાબૂ મેળવી શકાય છે તેવા સંશોધનો બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR )એ 22મી માર્ચે દેશમાં કોરોના સામે લડી રહેલા ટાસ્કફોર્સને અને પોઝિટિવ કેસીસના ટેસ્ટિંગની લેબોરેટરીમાં સંપર્કમાં આવેલા સભ્યોને આ દવાનો ઉપયોગ કરવાની સત્તાવાર ભલામણ કરી હતી.

Source : mohfw.gov

જો કે અહીં ખૂબ અગત્યનું એ છે કે આ દવા ફક્ત અને ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપશન ઉપરથી લેવામાં આવશે અને જે તે વ્યક્તિ પોતાની રીતે તેનું સેવન નહિ કરે. આ ઉપરાંત 15 વર્ષથી નાના વ્યક્તિઓ માટે આ દવા સલાહભરી નથી. આ દવા લેવા ઉપરાંત સરકાર અને WHOની ગાઇડલાઇન્સનું પાલન કરવું અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક અન્ય મેડિકલ સ્ટાફને જાણ કરવી અને ટેસ્ટ કરાવવો એ ફરજીયાત છે. 

Source : mohfw.gov

કેટલો ડોઝ નક્કી કરવામાં આવ્યો છે?

હેલ્થકેર વર્કર્સ જેઓ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં રહીને કામ કરે છે તેમના માટે 400 mg દિવસમાં બે વાર પહેલા દિવસે અને પછી 400 mg દિવસમાં એક વાર એક અઠવાડિયા સુધી જમ્યા પછી લેવાનું સૂચન છે. જયારે ટેસ્ટિંગની લેબોરેટરીમાં સંપર્કમાં આવેલા સભ્યોને 400 mg દિવસમાં બે વાર પહેલા દિવસે અને પછી 400 mg દિવસમાં એક વાર ત્રણ અઠવાડિયા સુધી જમ્યા પછી લેવાનું સૂચન છે.

આઇવરમેકટીન

 

Source : https://www.sciencedirect.com/science/article/pii/S0166354220302011?via%3Dihub

 

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની મેલ્બર્ન હોસ્પિટલ અને મોનાશ યુનિવર્સિટીના બાયોમેડિસિન ડિસ્કવરી ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા થયેલા એક અતિ અગત્યના રિસર્ચમાં સામે આવ્યું છે કે વિટ્રો સંશોધન પ્રમાણે (લેબોરેટરીમાં કસનળીની અંદર થયેલા સંશોધન પ્રમાણે) આઇવરમેકટીન દવા એ 48 કલાકની અંદર અંદર કોષની અંદર થઇ રહેલા SARS CoV 2(કોરોના વાયરસનું વૈજ્ઞાનિક નામ)ની પ્રજોતપત્તિ એટલે કેરેપ્લિકેશનને સફળતા પૂર્વક અટકાવી દે છે. ટેસ્ટ સેમ્પલમાં 24 કલાકમાં વાઇરલ RNAનું પ્રમાણ 93% થી 99.8% જેટલું ઘટ્યું હોવાનું માલૂમ પડ્યું હતું. 

Source : https://www.sciencedirect.com/science/article/pii/S0166354220302011?via%3Dihub

નોંધનીય છે કે આ દવા અમેરિકાની સંસ્થા Food and Drug Administration દ્વારા પ્રમાણિત છે અને પહેલેથી જ બજારમાં ઉપલબ્ધ છે; અલબત્ત WHOએ તેને જરૂરી દવાઓની યાદી માં રાખી છે. જો કે હવે મહત્વનું એ છે કે આ દવા હજી લેબમાં ટેસ્ટ થયેલી છે. મનુષ્યના શરીરની અંદર તેને કેટલા ડોઝમાં આપવાથી કેટલા પરિણામો મળે છે તે નક્કી કરવું હજુ બાકી છે. 

નોંધનીય છે કે ભૂતકાળમાં આ દવા HIV, ડેન્ગ્યુ, ઇનફ્લુએન્ઝા, ઝિકા જેવા રોગો સામે પણ અસરકારક સાબિત થઇ ચુકી છે. આ રિસર્ચના વૈજ્ઞાનિક ડોક્ટર વેગસ્ટાફનું કહેવું છે કે પ્રિવેન્ટિવ રસીના અભાવના કારણે અત્યારે દુનિયામાં જે દવા પહેલેથી ઉપલબ્ધ હોય તેનો પ્રયોગ કરીને ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. 

ભારત અત્યારે 21 દિવસના લોક ડાઉન તબક્કામાં છે. દેશમાં કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. જો કે આપણે સૌએ એ યાદ રાખવાની જરૂર છે કે કુશળ વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરીને આ રોગની દવા પાછળ સંશોધન કરી રહ્યા છે અને તેમની આ મહેનત એળે નહીં જાય અને વિશ્વને આ રોગની દવા નજીકના ભવિષ્યમાં મળી જશે તેવી સૌને આશા છે. 

આલેખન: શાલીન ખત્રી, અમદાવાદ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ