ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / sbi-customer-can-update-mobile-number-linked-with-bank-account-using-these-steps

NULL / SBIમાં છે એકાઉન્ટ તો બેંક ગયા વગર જ આ રીતે અપડેટ કરો નવો નંબર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશની સૌથી મોટ બેંક ભારતીય સ્ટેટ બેંકના કરોડો યૂઝર્સ છે. SBIની પોતાની મોટેભાગની સર્વિસ ઑનલાઇન આપી રહી છે પરંતુ જાણકારીના અભાવે ઘણા ગ્રાહકો ઑનલાઇન સેવાઓનો લાભ નથી લઇ શકતા જેથી બેંકોમાં લાંબી લાઇનો માટે ઉભા રહેવું પડે છે. પરંતુ બેંકોની ઘણી એવી સેવાઓ છે જેણે તમે ઘરે બેઠા બેઠા પણ ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને બેંક એકાઉન્ટછથી લિંક મોબાઇલ નંબરને અપડેટ કરવા વિશે જણાવીશું....

આ રીતે કરો મોબાઇલ નંબર અપડેટ:
- મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.

- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.


- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.

- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

 આ રીતે મોબાઇલ નંબર  અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. 

- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.

- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.

- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.

-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.

-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે Please send OTP and reference number received in SMS from new as well as

existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF

NUMBER TO 567676 within 4 hours

- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ