ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર, વિદ્યાર્થીનીને અડફેટે લેતા થયું મોત

દુખદ / VIDEO : માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર, વિદ્યાર્થીનીને અડફેટે લેતા થયું મોત

Published By: Jay Bhatt

Last Updated: 03:30 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot: રાજ્યમાં પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે? ક્યાં સુધી ડમ્પરો આમ જનતાનો ભોગ લેતા રહેશે?. ડમ્પર ચાલકે અગાઉ અનેક લોકોને અડફેટે લીધા છે ત્યારે વધુ એક બનાવ બન્યો છે જેમાં એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો હતો.

ADVERTISEMENT

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનો દ્વારા અકસ્માતની ઘટના બની રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર તો બેફામ બન્યા છે. રાજ્યના લોકો માટે હવે ડમ્પરો કાળ બની રહ્યાં છે. જો તમે બાઈક લઈને નિકળ્યા તો તમારા જીવની જવાબદારી તમારી ખુદની રહેશે ન કે બેફામ રીતે દોડતા ડમ્પરની કારણ કે, ડમ્પર ચાલકો પર તો તંત્રના ચાર હાથ છે.

લોકોમાં રોષ ફાટી નીકળ્યો

રાજકોટમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લેતા મોત નિપજ્યું છે. શહેરમાં બેફામ રીતે ચાલતા ડમ્પરને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરના હનુમાન મઢી ચોકમાં વિદ્યાર્થિનીને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

Vtv App Promotion 2

કોલેજમાં ભણતી હતી વિદ્યાર્થી

કણસાગરા કોલેજમાં ભણતી 20 વર્ષીય જુહી નડિયારા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે વહેલી સવારે વિદ્યાર્થીની જ્યારે પોતાની મિત્ર સાથે કોલેજ જવા માટે ઘરેથી નીકળી ત્યારે રસ્તામાં જ ડમ્પરચાલક કાળ બન્યો હતો. અકસ્માત કરનાર ડમ્પર ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજિસ્ટર છે જેનો નંબર GJ-36 T 0197 નંબર જાણવા મળ્યો હતો.

વધુ વાંચો : દીકરીની સગાઈના પહેલા જ પિતા સાથે થયું ભયાનક, સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે!

શું કહ્યું ACPએ?

ડમ્પર અકસ્માત અંગે રાજકોટ ટ્રાફિક ACP વી.જી પટેલનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે આ અકસ્માતની ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, 'અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. જ્યારે એક વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માત બાદ ડ્રાઇવર તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. સવારે 8 થી 2 અને સાંજે 5 થી 9 વાગ્યા સુધી ભારે વાહનોની શહેરમાં પ્રતિબંધ છે. આ સમયમાં ડમ્પર ચાલક પ્રવેશ્યો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા નમુના રૂપ કાર્યવાહી કરાશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rajkot Student died Road Accident

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ