બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / જીતના જશ્નમાં સંજુ સેમસન એવો ખોવાઇ ગયો, કે કરી નાખી મોટી ભૂલ! જાણો શું

T20 WC 2026 / જીતના જશ્નમાં સંજુ સેમસન એવો ખોવાઇ ગયો, કે કરી નાખી મોટી ભૂલ! જાણો શું

Jinal Chauhan

Last Updated: 10:50 AM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા માટે વિનીંગ ચોગ્ગો લગાવ્યા પછી સંજૂએ ઉજવણી કરતા પહેલા હેલ્મેટને સાઈડમાં ફેંક્યું. જે હવે બેટ્સમેનને ભારે પડી શકે છે. ICC આ કેસમાં અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે.

ટી 20 વર્લ્ડકપ 2026માં સુપર-8ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની જોરદાર બેટિંગના દમ પર વેસ્ટઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચમાં સંજૂનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જોકે સંજૂ સદી ફટકારવામાં ત્રણ રનથી ચૂકી ગયા હતા પણ જીત બાદ સંજૂ મેદાન પર ઘૂંટણિયે બેસીને જશ્ન મનાવતા દેખાયા, પરંતુ તેમના જશ્નના અંદાજને લઈને હવે ચર્ચા ચાલી રહી છે અને આ બાબતે ICC તરફથી સજા પણ મળી શકે છે.

સંજૂથી શું થઈ ભૂલ?

ટીમ ઈન્ડિા માટે વિનિંગ ચોગ્ગો ફટકાર્યા બાદ સંજુએ સેલિબ્રેશન કરતા પહેલા હેલ્મેટ સાઈડમાં ફેંકી દીધું. જે હવે બેટ્સમેનને ભારે પડી શકે છે. ICC આ કેસમાં એક્શન લઈ શકે છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓના વ્યવહારને લઈને આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટ કડક છે.

ICCની આચાર સંહિતા માત્ર અનુશાસન જાળવી રાખવા માટે નથી પણ મેદાન પર હાજર તમામ ખેલાડી, એમ્પાયર અને સપોર્ટિંગ સ્ટાફની સુરક્ષા માટે છે. ક્રિકેટ જેવી રમતમાં ઉપકરણ આ રીતે ઘા કરીને ફેંકવા જોખમી સાબિત થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની કોની સામે ટક્કર? અને ક્યાં રમાશે આ મેચ, જુઓ શેડ્યૂલ

ICC આચાર સંહિતા શું કહે છે?

નિયમો અનુસાર હેલ્મેટ કે બેટ ફેંકવાને "અન્યાયી આચરણ" ગણી શકાય. આવા કિસ્સાઓમાં ખેલાડીઓને તેમની મેચ ફીનો દંડ, ડિમેરિટ પોઈન્ટ અથવા ગંભીર કેસમાં સસ્પેન્ડ પણ કરી શકાય છે.

શું સંજુ સામે કાર્યવાહી થશે?

જો ICC આ ઘટનાને ICC આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે ગણે છે, તો સંજુ સેમસનને નાણાકીય દંડ અથવા ડિમેરિટ પોઈન્ટનો સામનો કરવો પડી શકે છે. ડિમેરિટ પોઈન્ટ એકઠા થવાથી ભવિષ્યમાં સસ્પેન્શન પણ થઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય મેચ રેફરીના રિપોર્ટ અને ઘટનાની ગંભીરતા પર આધાર રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Code of Conduct T20 World Cup 2026 Sanju Samson Celebration
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ