ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Sanchar saathi will help when your phone gets stolen
Last Updated: 04:11 PM, 22 January 2024
ADVERTISEMENT
જો તમારો સ્માર્ટફોન ચોરી થઈ જાય છે, તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવશે અને ચિંતા પણ થશે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી .ફોનને ટ્રેક અને બ્લૉક કરવા માટે ભારત સરકાર તરફથી એક ખાસ પોર્ટલ શરૂ કર્યું છે, જેની મદદથી તમે ફોન બ્લોક કરી શક્શો અને ટ્રેક પણ કરી શક્શો. આ પોર્ટલનું નામ સંચાર સાથી પોર્ટલ છે. જો કે સંચાર સાથી પર જઈને ફોનને ટ્રેક અને બ્લોક કરવા માટે સૌથી પહેલા તમારે પોલીસ ફરિયાદ દાખલ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
સંચાર સાથી પ્લેટફોર્મ પર ફોન ખોવાયાની ફરિયાદની સોફ્ટ કોપી અપલોડ કર્યા બાદ જ તમે આગળ કોઈ કામ કરી શક્શો.
આ રીત સંચાર સાથી પરથી બ્લૉક કરો ફોન
- સૌથી પહેલા સરકારી વેબસાઈટ https://sancharsaathi.gov.in/ પર લોગ ઈન કરો.
- હવે Block Your Lost/stolen mobile પર ક્લિક કરો.
- અહીં તમારા ખોવાયેલા સ્માર્ટફોનની ડિટેઈલ્સ જેમ કે મોબાઈલ નંબર, ડિવાઈસ બ્રાન્ડ અને ડિવાઈસ મોડેલ સહિતની માહિતી અપલોડ કરો.
- હવે ફોન ક્યાંથી ખોવાયો, તે જગ્યાનું નામ, તારીખ વગેરેની માહિતી પણ આપવી પડશે.
- છેલ્લે તમારે સ્માર્ટફોન યુઝરની માહિતી એટલે કે નામ, એડ્રેસ, ઈમેઈલ આઈડી અને આઈડી પ્રૂફ સબમિટ કરવાનું છે.
- હવે ઓટીપી માટે કોઈ બીજા મોબાઈલ નંબરને પણ ઈન્સર્ટ કરવો પડશે.
- ઓટીપી વેરિફાય કર્યા બાદ ડિક્લેરેશનને એક્સેપ્ટ કરીને સબમિટ પર ક્લિક કરો.
બસ, આટલું કરતા જ તમારો ફોન બ્લોક થઈ જશે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે વોટ્સએપ-ઇન્સ્ટાની જેમ ટ્વિટરમાં પણ કૉલ કરી શકાશે, આવી ગયું Audio-Video ફીચર
બ્લોક કર્યા બાદ કરો અનબ્લોક
સંચાર સાથી વેબસાઈટ પર જો તમે તમારો ફોન બ્લોક કરી ચૂક્યા છો, અને ફોન પાછો મળી ગયો છે, તો તમે તેને અનબ્લોક પણ કરી શકો છો. આ માટે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
- સૌથી પહેલા https://ceir.sancharsaathi.gov.in/Home/index.jsp વેબસાઈટ પર લોગઈન કરો.
- હવે Unblock Found Mobile ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમારે ફોન ખોવાયાનું રિક્વેસ્ટ આઈડી, પોન નંબર અને અનબ્લોકિંગનું કારણ દર્શાવવું પડશે.
બસ આટલું કરતા જ તમારો ફોન અનબ્લોક થઈ જશે અને તમે પહેલાની જેમ ઉપયોગ કરી શક્શો.
સંકળાયેલા મુદ્દાઓ