ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભારત / Sana Javed married cricketer Shoaib Malik

Shoaib Malik marries / કોણ છે સના જાવેદ? જેને ક્રિકેટર શોએબ મલિક સાથે કર્યા લગ્ન

Published By: Mahadev Dave

Last Updated: 03:35 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કરીને પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

ADVERTISEMENT

  • ક્રિકેટર શોએબ મલિકે સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા
  • તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને સૌને ચોંકાવી દીધા
  • સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી 

ક્રિકેટર શોએબ મલિકે સાનિયા મિર્ઝા બાદ હવે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ક્રિકેટર શોએબ માલિકના અલગ થવાની ચર્ચા વચ્ચે થયા છે. આ કપલે 20 જાન્યુઆરીએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે સાનિયાએ પોતાના લગ્નની એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ઘણી હલચલ જોવા મળી હતી. હવે ક્રિકેટરે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કરીને પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને સૌને ચોંકાવી દીધા છે. સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે.

કોણ છે સના જાવેદ...
એક્ટ્રેસ સના જાવેદે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. સનાએ વર્ષ 2012માં શહર-એ-જાતથી ટીવીમાં ડેબ્યું કર્યું હતું. જે બાદ એક્ટ્રેસને નેમ અને ફેમ વર્ષ 2013મા પ્યાર અફઝલથી મળી હતી. સના જાવેદને રોમાંટિક ડ્રામા કહાનીમાં લીડ રોલ કર્યા બાદ લક્સ સ્ટાઈલ એવોર્ડથી તેને નોમિનેટ કરવામાં આવી હતી. સના જાવેદના આ બીજા લગ્ન છે. સના જાવેદે વર્ષ 2020માં સિંગર ઉમેર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ લગ્ન જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને લઈને બંને અલગ થઈ ગયા હતા.

સના જાવેદનો પહેલો શો
શોએબ માલિકે એક પારિવારિક સમારોહમાં સના જાવેદનો હાથ પકડ્યો હતો. સોશિયલ મીડિયા પર કપલે પોતાના લગ્નનો એક ફોટો શેર કરતા જ ચર્ચાએ જોર પકડ્યુ છે. સના જાવેદે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. જે બાદ તેને મેરા પહેલા પ્યારમાં. સપોર્ટિંગ અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. હવે બંને પાકિસ્તાનના સૌથી મનપસંદ સેલિબ્રિટીમાંથી એક બની ગયા છે.

વધુ વાંચો:'હું તો અયોધ્યા જઇશ, જેમને તકલીફ હોય તેઓ...', વિપક્ષી પાર્ટીઓ વિરૂદ્ધ ભજ્જીએ ગૂગલી મારી

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં હૈદરાબાદમાં પારંપરિક મુસ્લિમ સમારોહમાં લગ્ન કર્યા હતા. બાદમાં કપલએ પાકિસ્તાનના સિયાલકોટમાં વલીમા સમાહોર આયોજીત કર્યો હતો. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનો દિકરો ઈઝહાનનો જન્મ વર્ષ 2018માં થયો હતો. જે બાદ બંનેના અલગ થવાની અફવા પહેલી વખત 2022માં સામે આવી હતી. હાલમાં જ બંનેએ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક બીજાની તસવીરો હટાવી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sana Javed cricketer Shoaib Malik married ક્રિકેટર શોએબ મલિક સના જાવેદ? સના જાવેદના લગ્ન Shoaib Malik marries

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ