બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / રૂપિયા 15,000 સસ્તો થયો સેમસંગનો આ ધાંસૂ ફીચર્સવાળો ફોન! મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
Last Updated: 03:25 PM, 6 September 2025
સેમસંગે તાજેતરમાં પોતાનો ગેલેક્સી S25 Fe ફોન લોન્ચ કર્યો છે, પરંતુ આ ફોન લોન્ચ થયા બાદ ગેલેક્સી S25 5G પર સસ્તો થયો છે. જો તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ છો આ એક શાનદાર મોકો છે. કેમ કે, વિજય સેલ્સ પર સેમસંગના S25 5G ફોનની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. તમે બેંક ઑફર્સનો લાભ લઈને તેનાથી પણ ઓછી કિંમતે આ સ્માર્ટફોન ખરીદી શકો છો. ચાલો સેમસંગ ગેલેક્સી S25 5G પર મળનાર ડિસ્કાઉન્ટ વિશે જાણીએ.
ADVERTISEMENT
વિજય સેલ્સ પર સેમસંગ ગેલેક્સી S25 નું 12GB રેમ અને 128GB સ્ટોરેજ મોડેલ 68,999 રૂપિયામાં મળે છે. આ ફોન જાન્યુઆરી 2025 માં 80,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરાયો હતો. HDFC બેંક ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન પર તમે 3500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશો. જેના કારણે સ્માર્ટફોનની કિંમત 65,499 રૂપિયા થશે. લોન્ચ કિંમતની સરખામણીમાં આ Galaxy S25 5G લગભગ 15,500 રૂપિયા સસ્તો મળી રહ્યો છે.
ADVERTISEMENT
Galaxy S25 માં 6.2-ઇંચ ફુલ HD + Dynamic Amoled 2x ડિસ્પ્લે અપાઈ છે. તેમાં રિઝોલ્યુશન 1080x2340 પિક્સેલ્સ, 120Hz રિફ્રેશ રેટ અને 2600 nits સુધીની પીક બ્રાઇટનેસ આવે છે. આ ફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ પ્રોસેસર આવેલું છે. આ સિવાય તેમાં 4000mAh ની પાવરફુલ બેટરી મળે છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Galaxy S25 5G ના કેમેરા ફીચર્સ વિશે વાત કરવી હોય તો તેના પાછળના ભાગમાં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50MP પ્રાઇમરી કેમેરા, f/2.2 અપર્ચર સાથે 12MP ટેલિફોટો કેમેરા, f/2.4 અપર્ચર સાથે 10MP અલ્ટ્રાવાઇડ કેમેરા મળે છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 12MP ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. આ ફોનની લંબાઈ 146.9mm, પહોળાઈ 70.5mm, વજન 162 ગ્રામ અને જાડાઈ 7.2mm છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.