બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / iPhone 17 લેવાનું વિચારી રહ્યાં છો? તો હજુ વાર છે, આ મોડલ લઇ લેજો, થશે 11000નો ફાયદો!

ટેક્નોલોજી / iPhone 17 લેવાનું વિચારી રહ્યાં છો? તો હજુ વાર છે, આ મોડલ લઇ લેજો, થશે 11000નો ફાયદો!

Nidhi Panchal

Last Updated: 09:16 AM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple પોતાની iPhone 17 સિરીઝ 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પહેલા જ જૂના મોડલ iPhone 16 પર મોટી ઓફરો જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને હજારો રૂપિયાની બચત મળી શકે છે.

Apple 9 સપ્ટેમ્બરે તેની નવીનતમ iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. દર વર્ષે જેમ નવું iPhone આવતાં ગ્રાહકોમાં ભારે ઉત્સાહ હોય છે, તેમ આ વખતે પણ ચર્ચા માત્ર નવા મોડલની છે. પરંતુ આ લોન્ચ પહેલાં જ જૂના iPhones પર મોટી ઓફરોની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જો તમે iPhone ખરીદવા માગતા હો પણ નવીનતમ મોડલ પર વધારે પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમારા માટે આ એક સારો મોકો બની શકે છે.

iphone-new-logo

હાલ iPhone 16 પર ખૂબ જ આકર્ષક ડીલ આપવામાં આવી રહી છે. ભારતમાં આ ફોનની શરૂઆતની કિંમત ₹79,900 હતી, પરંતુ હાલ આ ફોન ફક્ત ₹71,900માં ઉપલબ્ધ છે. એટલે કે ગ્રાહકોને સીધો ₹8,000નો ફાયદો મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે HDFC બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ વડે EMI પર ખરીદી કરો છો, તો તમને વધુમાં ₹3,500નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ રીતે ખરીદદારોને ₹11,500 સુધીની બચત કરી શકાય છે.

iphone-new-logo

iPhone 16ના મુખ્ય ફીચર્સ

iPhone 16માં 6.1 ઈંચનો OLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જે HDR અને True Tone સપોર્ટ સાથે આવે છે અને 2000 નિટ્સ સુધીની બ્રાઈટનેસ આપે છે, જેથી તેજ સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય. ફોનમાં નવીનતમ A18 Bionic ચિપ છે, જે વધુ ફાસ્ટ પરફોર્મન્સ આપે છે અને નવા Apple Intelligence ફીચર્સને સપોર્ટ કરે છે.

app promo3

આ પણ વાંચો : યુરિનનો આવી રહ્યો છે લાલ કલર, તો ચેતી જજો! હોઇ શકે છે આ ગંભીર બીમારી

કેમેરા સેટઅપ પણ ખૂબ જ શક્તિશાળી છે, જેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર, 12 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે, જે ફોટોગ્રાફી અને સેલ્ફીના અનુભવને એક લેવલ ઉપર લઈ જાય છે. બેટરી બેકઅપની વાત કરીએ તો ફોન 22 કલાક સુધીનો વિડિયો પ્લેબેક આપે છે અને વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ફોન IP68 સર્ટિફાઈડ છે, એટલે કે તે પાણી અને ધૂળથી સુરક્ષિત છે. જો તમે નવો iPhone લેવા ઈચ્છો છો પણ કોઇ મોડલ પર વધારે ખર્ચ ન કરવા માંગતા હો, તો હાલની આ ઑફર તમારા માટે એકદમ યોગ્ય સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 16 discount Apple iPhone 16 iPhone 17 launch
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ