બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Salute of 17 cannons given to General BIPIN Rawat, WATCH

Video / રાવત થઈ ગયા અમર: એક બાજુ દીકરીઓએ આપી મુખાગ્નિ, બીજી બાજુ 17 તોપોની સલામી

Parth

Last Updated: 06:03 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના સર્વોચ્ચ રક્ષક CDS બિપિન રાવતે આજે સૌ કોઈને અલવિદા કહી દીધું, તેમની દીકરીઓએ અંતિમ ક્રિયા કરી અને સેનાએ આપી 17 તોપોની સલામી

  • એક જ ચિતામાં પંચમહાભૂતમાં વિલિન થયા રાવત અને તેમના પત્ની 
  • દીકરીઓએ આપી મુખાગ્નિ
  • સેનાએ આપી 17 તોપોની સલામી 

દીકરીઓએ કરી અંતિમ ક્રિયા 
દેશ આજે પોતાના અમર બલિદાનીઓ માટે રડી રહ્યો છે, ભારતના માના વીર સપૂત એવા CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સલામી આપવા માટે ત્રણેય સેનાના પ્રમુખ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘ પણ પહોંચ્યા હતા. જનરલ રાવત અને તેમના પત્નીનાં અંતિમ સંસ્કાર તેમના બંને દીકરીઓએ કર્યા હતા. અંતિમ ક્રિયા કરતી દીકરીઓને જોઈને હાજર સૌ કોઈની આંખો ભીંજાઇ ગઈ હતી. 

17 તોપોની અપાઈ સલામી 
બીજી બાજુ દેશના સર્વોચ્ચ પદ પર રહેલા જવાનને અલવિદા કહેવા માટે આર્મીએ 17 તોપોની સલામી આપી. રાવતને અગ્નિદાહ આપતાની સાથે 17 તોપોની સલામી આપવામાં આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો સોશ્યલ મીડિયાનાં માધ્યમથી પણ પોતાના રક્ષક, આ દેશના શૂરવીરને સલામ કરી રહ્યા છે. 

 

  • જનરલ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી 
  • અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાઓના જવાનોએ ટ્રમ્પેટર્સ વગાડ્યા 
  • અંતિમ સંસ્કારમાં 800 જવાન હાજર રહ્યા 
  • સેનાના 99 જવાન અંતિમ યાત્રામાં એસ્કોર્ટ કરી 
  • આર્મી બેન્ડના 33 જવાનોએ અંતિમ વિદાય આપી 
  • લેફ્ટનન્ટ જનરલ લેવલના 6 અધિકારીઓ તિરંગો લઈને ચાલ્યા 
  • અંતિમ દર્શને 12 બ્રિગેડિયર સ્તરના અધિકારીઓ તૈનાત રહ્યા 

લોકો તીરંગા લઈને રસ્તા પર દોડ્યા 
જ્યારે CDS રાવતની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખી અંતિમ યાત્રામાં હજારો યુવાનો પોતાના હાથોમાં તીરંગાઓ લઈને દોડતા રહ્યા.  CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, 'જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા' આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ