બ્રેકિંગ ન્યુઝ
શાહરૂખ ખાનને વિશ કરતા વીડિયો તૈયાર કર્યો અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો. ઉલ્લેખનીય છે કે, સલમાને શાહરૂખ ખાનને ફોન પણ કર્યો, પરંતુ કોઇ કારણોસર કિંગ ખાન ફોન ના ઉઠાવી શક્યો.
ADVERTISEMENT
જી હા, સલમાન ખાને આ વાતની જાણકારી પોતે આપી છે કે તેણે શાહરૂખને બર્થ ડે પર વિશ કરવા માટે ફોન કર્યો પરંતુ શાહરૂખે ફોન ના ઉઠાવ્યો. વાસ્તવમાં સલમાન ખાને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ એક વીડિયો શૅર કર્યો છે જેમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા, જેક્લિન ફર્નાડિઝ, ડેઝી શાહ, આયુષ શર્મા અને સોહેલ ખાન પણ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તમામ સ્ટાર્સ શાહરૂખ ખાનને બર્થ ડે વિશ કરી રહ્યા છે અને સલમાન ખાન શાહરૂખ ખાનના સિગ્નેચર સ્ટાઇલમાં ઉભો છે. શાહરૂખને બર્થ ડે વિશ કર્યા પછી સલમાન ખાને કહ્યુ કે. શાહરૂખ મેં તે ફોન કર્યો હતો કાશ તો ઉઠાવી લેતો ફોન...!, આ પછી અન્ય સ્ટાર્સ શાહરૂખ ખાનને ફોન ના ઉઠાવવાની વાતને ખોટી ગણાવીને મસ્તી કરી રહ્યા છે.
આ સાથે સલમાન ખાને વીડિયોમાં કેપ્શન પણ મસ્ત આપ્યુ છે કે, ''હેપ્પી બર્થ ડે ખાન સાહેબ, અમારી ઇન્ડ્રસ્ટ્રીના કિંગ ખાન, શાહરૂખ ખાન''
ADVERTISEMENT
To my brother, the awesomely cool Mr. @Mohamed_Alabbar and @BurjKhalifa @emaardubai. Thanks for making me shine so bright. Your love and kindness is unsurpassable. Wow! This is really the Tallest I have ever been. Love u Dubai. It’s my birthday and I’m the guest! pic.twitter.com/8oFAQCqNbD
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2019
ADVERTISEMENT
આ સિવાય દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ-ખલીફાએ પણ શાહરુખ ખાનને અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. એક્ટરના બર્થ ડે પર દુબઈમાં બુર્જ-ખલીફાની બિલ્ડિંગને ભવ્ય રીતે શણગારવામા આવી અને તેના પર એક સ્પેશિયલ વીડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી. શાહરૂખે પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.